૨૪ વર્ષના લક્ષ્ય સેને માત્ર ૩૮ મિનિટમાં આ જીત મેળવી લીધી હતી
ફાઇનલ જીત્યા પછી ટ્રોફી સાથે સેલિબ્રેશન કરી રહેલો લક્ષ્ય સેન
ભારતના સ્ટાર બૅડ્મિન્ટન પ્લેયર લક્ષ્ય સેને ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ઓપન સુપર 500 ટુર્નામેન્ટની ફાઇનલમાં જપાનના યુશી તનાકાને હરાવ્યો હતો. આ ફાઇનલ મૅચ ૨૧-૧૫ અને ૨૧-૧૧ના સીધા સેટથી જીતીને લક્ષ્ય સેને ૨૦૨૫ની સીઝનનું પોતાનું પહેલું ટાઇટલ મેળવ્યું હતું. ૨૪ વર્ષના લક્ષ્ય સેને માત્ર ૩૮ મિનિટમાં આ જીત મેળવી લીધી હતી.
ગયા વર્ષે પૅરિસ ઑલિમ્પિક્સમાં નબળા પર્ફોર્મન્સ પછી આ જીતને લીધે લક્ષ્ય સેનના આત્મવિશ્વાસમાં વધારો થશે. ટાઇટલ જીત્યા પછી તેણે કાનમાં આંગળીઓ નાખીને સેલિબ્રેશન કર્યું હતું. છેલ્લે લક્ષ્ય સેને ૨૦૨૪માં લખનઉમાં સુપર 300 ટાઇટલ જીત્યું હતું. ૨૦૨૧ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેણે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.


