રાજ્ય સ્તરની ઍથ્લેટિક મીટમાં ૧૬ મેડલ અને નાગાલૅન્ડમાં રાષ્ટ્રીય ક્રૉસ કન્ટ્રી રેસમાં સિલ્વર મેડલ જીત્યો હોવા છતાં દીપક સરકારી નોકરી કે નાણાકીય સહાય મેળવી શક્યો નહીં.
પંજાબના ઍથ્લીટ દુપક કુમારે શેરડીના રસના સ્ટૉલ પર પોતાના મેડલ લટકાવ્યા છે.
પંજાબના ફાઝિલ્કાના બાવીસ વર્ષના રાષ્ટ્રીય સ્તરના ઍથ્લીટ દીપક કુમારે સૌનું ધ્યાન ખેંચ્યું છે. કોઈ મેડલ જીતવાને કારણે નહીં, પરંતુ પોતાના પરિવારનું પેટ ભરવા માટે શેરડીનો રસ વેચવાને કારણે તે ચર્ચામાં છે. રાજ્ય સ્તરની ઍથ્લેટિક મીટમાં ૧૬ મેડલ અને નાગાલૅન્ડમાં રાષ્ટ્રીય ક્રૉસ કન્ટ્રી રેસમાં સિલ્વર મેડલ જીત્યો હોવા છતાં દીપક સરકારી નોકરી કે નાણાકીય સહાય મેળવી શક્યો નહીં.
સરકારી નોકરી, નાણાકીય સહાયના અભાવે તેને બીમાર પપ્પાનો આ ધંધો સંભાળવાની ફરજ પડી છે. તે જિલ્લા વહીવટી સંકુલની બહાર જ પોતાનો સ્ટૉલ ખોલીને બેઠો છે જ્યાં તેણે પોતાના મેડલ પણ લટકાવ્યા છે એથી રમતવીરોના સંઘર્ષો વિશે જાગૃતિ ફેલાઈ શકે. તક મળે તો તે ઍથ્લેટિક્સમાં પાછા ફરવાની આશા રાખે છે.

