ન્યુ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ૨૬ સપ્ટેમ્બરથી પાંચમી ઑક્ટોબર દરમ્યાન વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ યોજાશે
મેડલ
ન્યુ દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં ૨૬ સપ્ટેમ્બરથી પાંચમી ઑક્ટોબર દરમ્યાન વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ યોજાશે. ૧૮૬ જેટલી મેડલ ઇવેન્ટમાં ભાગ લેવા ૧૦૪ દેશના ૨૨૦૦ જેટલા પૅરા ઍથ્લીટ્સ આવશે. ગઈ કાલે દિલ્હીમાં પૅરાલિમ્પિક્સ કમિટી ઑફ ઇન્ડિયા (PCI)ના અધિકારીઓ અને ભારતીય પૅરા-ઍથ્લીટ્સની હાજરીમાં આ ચૅમ્પિયનશિપના ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલની પહેલી ઝલક બતાવવામાં આવી હતી.

