સ્નૅચમાં ૮૪ કિલો વજન ઉઠાવીને બ્રૉન્ઝ મેડલ અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૧૫ કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર મીરાબાઈ ચાનુએ કુલ ૧૯૯ કિલો વજન સાથે ઓવરઑલ સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી મીરાબાઈ ચાનુ
નૉર્વેમાં આયોજિત વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં સ્ટાર ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ ૪૮ કિલો કૅટેગરીમાં સિલ્વર મેડલ જીતી છે. સ્નૅચમાં ૮૪ કિલો વજન ઉઠાવીને બ્રૉન્ઝ મેડલ અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૧૫ કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કરનાર મીરાબાઈ ચાનુએ કુલ ૧૯૯ કિલો વજન સાથે ઓવરઑલ સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં તે ૨૦૧૭માં ગોલ્ડ અને ૨૦૨૨માં સિલ્વર મેડલ જીતી હતી.

