અહેવાલ અનુસાર ૨૮ વર્ષની નાઓમી ઓસાકાનો આ ડ્રેસ જેલીફિશથી પ્રેરિત છે. પોતાની બે વર્ષની દીકરીને સૂવડાવતી વખતે તેણે જેલીફિશની એક વાર્તા કહી હતી. આ ડ્રેસ દીકરી સાથેની એ મીઠી યાદોથી પણ પ્રેરિત છે.
જપાની ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ જેલીફિશથી પ્રેરિત ડ્રેસ પહેરીને ઑસ્ટ્રેલિયન ઓપનમાં મારી એન્ટ્રી
જપાનની ટેનિસસ્ટાર નાઓમી ઓસાકાએ ઑસ્ટ્રેલિયન ઓપન 2026માં પોતાની પહેલા રાઉન્ડની મૅચ દરમ્યાન જોરદાર એન્ટ્રી કરી હતી. ક્રિમ્ડ વાઇટ ટ્રાઉઝર, બટરફ્લાય ટોપી અને સફેદ છત્રી સાથે એન્ટ્રી કરીને તેણે મેહફિલ લૂંટી લીધી હતી. તેણે ક્રોએશિયાની પ્લેયર ઍન્ટોનિયા રુઝિકને ૬-૩, ૩-૬, ૬-૪થી હરાવીની ટુર્નામેન્ટની શાનદાર શરૂઆત પણ કરી હતી. અહેવાલ અનુસાર ૨૮ વર્ષની નાઓમી ઓસાકાનો આ ડ્રેસ જેલીફિશથી પ્રેરિત છે. પોતાની બે વર્ષની દીકરીને સૂવડાવતી વખતે તેણે જેલીફિશની એક વાર્તા કહી હતી. આ ડ્રેસ દીકરી સાથેની એ મીઠી યાદોથી પણ પ્રેરિત છે. નાઓમી ટેનિસ કોર્ટમાં પોતાના યુનિક ડ્રેસને કારણે ભૂતકાળમાં પણ ચર્ચામાં રહી છે.


