શુક્રવારે મોડી રાત્રે પૂર્ણ થયેલી ઇવેન્ટમાં નીરજે પહેલા જ પ્રયાસમાં ટાઇટલ-વિનિંગ ૮૮.૧૬ મીટરનો થ્રો કર્યો હતો
નીરજ ચોપડા
ભારતીય જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા પૅરિસમાં ૯૦ મીટરનો થ્રો કર્યા વિના જર્મનીના પોતાના કટ્ટર હરીફ જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પહેલું ડાયમન્ડ લીગ ટાઇટલ જીત્યો છે. નીરજ ૧૬ મેએ ડાયમન્ડ લીગની દોહા ઇવેન્ટમાં ૯૦.૨૩ મીટરનું અંતર કાપીને બીજા સ્થાને રહ્યો હતો. વેબરે ૯૧.૦૬ મીટરનું અંતર કાપીને દોહામાં ટાઇટલ જીત્યું હતું.
શુક્રવારે મોડી રાત્રે પૂર્ણ થયેલી ઇવેન્ટમાં નીરજે પહેલા જ પ્રયાસમાં ટાઇટલ-વિનિંગ ૮૮.૧૬ મીટરનો થ્રો કર્યો હતો. વેબર ૮૭.૮૮ મીટરના પોતાના શરૂઆતના પ્રયાસ સાથે બીજા સ્થાને રહ્યો હતો. નીરજ છેલ્લે જૂન ૨૦૨૩માં ૮૭.૬૬ મીટરના થ્રો સાથે ડાયમન્ડ લીગ જીત્યો હતો. ત્યાર બાદ તે છ ડાયમન્ડ લીગ ઇવેન્ટમાં બીજા સ્થાને રહ્યો હતો.

