Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, પાંચ વખતના ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો

Norway Chess 2025: વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશની શાનદાર જીત, પાંચ વખતના ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો

Published : 02 June, 2025 10:58 AM | Modified : 03 June, 2025 06:55 AM | IST | Stavanger
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Norway Chess 2025: રવિવારે નોર્વે ચેસ ૨૦૨૫ ટુર્નામેન્ટના રાઉન્ડ ૬માં વિશ્વ ચેમ્પિયન ડોમરાજુ ગુકેશે ભૂતપૂર્વ વિશ્વ નંબર ૧ મેગ્નસ કાર્લસન સામે શાનદાર જીત નોંધાવી; જીત બાદ ડી ગુકેશ અને મેગ્નસ કાર્લસનના રિએક્શનનો વીડિયો વાયરલ

ડોમરાજુ ગુકેશની ફાઇલ તસવીર

ડોમરાજુ ગુકેશની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ગુકેશ સામે હાર્યા બાદ મેગ્નસ કાર્લસન ગુસ્સે ભરાયો
  2. ગુસ્સામાં કાર્લસને ટેબલ પર હાથ પછાડ્યો, પછી માંગી માફી
  3. કાર્લસન ઝડપથી હોલમાંથી બહાર નીકળી ગયો, તેણે ગુકેશની પીઠ પણ થપથપાવી

વર્લ્ડ ચેમ્પિયન ડોમરાજુ ગુકેશ (Dommaraju Gukesh)એ નોર્વે ચેસ ૨૦૨૫ (Norway Chess 2025) ટુર્નામેન્ટના રાઉન્ડ ૬માં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન મેગ્નસ કાર્લસન (Magnus Carlsen) સામે શાનદાર વિજય મેળવ્યો. મેગ્નસ કાર્લસન સામે ડી ગુકેશનો વિજય ઐતિહાસિક હતો કારણ કે, તેણે હારની સ્થિતિમાંથી રમતને ફેરવી દીધી હતી. દિગ્ગજ સામે ગુકેશનો આ પહેલો ક્લાસિકલ વિજય હતો. ૧૯ વર્ષીય ગુકેશ સ્પર્ધાના ઇતિહાસમાં કાર્લસનને હરાવનાર બીજો ભારતીય ખેલાડી પણ બન્યો, આ પહેલા રમેશબાબુ પ્રજ્ઞાનંધા (Rameshbabu Praggnanandhaa)એ કાર્લસનને હરાવ્યો હતો. આ મેચમાં ગુકેશ સામે હાર્યા બાદ મેગ્નસ કાર્લસનની પ્રતિક્રિયા જોવા જેવી હતી. તે જ સમયે, ગુકેશ ખૂબ જ શાંત દેખાતો હતો. બન્નેના રિએક્શનના વીડિયો વાયરલ થયા છે.


નોર્વે ચેસ ૨૦૨૫ ટુર્નામેન્ટમાં, ભારતના વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશે દિગ્ગજ મેગ્નસ કાર્લસનને હરાવીને મોટી જીત મેળવી છે. કાર્લસને મોટાભાગની મેચમાં ગુકેશ પર પ્રભુત્વ મેળવ્યું, પરંતુ અંતે તે પોતાની હિંમત ગુમાવી બેઠો અને યુવા ખેલાડીએ મેચ જીતી લીધી. આ જીત સાથે, ડી ગુકેશ નોર્વે ચેસ ૨૦૨૫ પોઈન્ટ ટેબલમાં ૮.૫ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો અને હવે તે કાર્લસન અને અમેરિકન ફેબિયાનો કારુઆના (Fabiano Caruana)થી માત્ર એક પોઈન્ટ પાછળ છે.



ગુકેશ આ જીતથી ખૂબ ખુશ દેખાતો હતો, પરંતુ કાર્લસન પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો. તે પોતાના દેશમાં ગુકેશ સામે હાર સહન કરી શક્યો નહીં. હાર્યા પછી, કાર્લસને ચેસ બોર્ડ રાખતા ટેબલ પર પોતાનો હાથ જોરથી માર્યો. તેના હાથના ફટકાથી આખું ચેસ બોર્ડ ધ્રૂજી ઉઠ્યું. આ પછી, કાર્લસન ખુરશી પરથી ઊભો થયો અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને પછી ચેસ બોર્ડ પર આવ્યો અને ગુકેશની માફી માંગી. પછી તેણે ટુકડાઓ સજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગુસ્સામાં તેણે તે પણ ફેંકી દીધા.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


બીજી બાજુ, ગુકેશે જીત્યા પછી શાંતિથી ઉજવણી કરી. તેને વિશ્વાસ જ ન થયો કે તેની મહેનત કામ કરી ગઈ. પછી કાર્લસન ઝડપથી હોલમાંથી બહાર નીકળી ગયો. તેણે ગુકેશની પીઠ પણ થપથપાવી. આનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યાં બેઠેલા બધા લોકોએ ગુકેશ માટે તાળીઓ પાડી.

ભારતના વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશે ક્લાસિકલ ચેસમાં કાર્લસન પર પહેલી જીત નોંધાવીને કાર્લસનને આશ્ચર્યચકિત કરી દીધો. કાર્લસન મોટાભાગની મેચમાં ફાયદો મેળવતો રહ્યો અને તેના પર દબાણ બનાવતો રહ્યો, પરંતુ જરૂર પડ્યે ગુકેશે સાવધાનીપૂર્વક રમત રમી અને પછી કાર્લસન પર હુમલો કર્યો. જેમ જેમ કાર્લસન પર સમયસર ચાલ કરવાનું દબાણ વધતું ગયું, તેમ તેમ કાર્લસન ભૂલો કરતો ગયો અને આનાથી ગુકેશને વાપસી કરવાની તક મળી. ગુકેશે કોઈપણ ખચકાટ વિના મેચમાં પોતાની બધી કુશળતા લગાવી દીધી અને જીત નોંધાવી.

મેચ પછી ડી ગુકેશે કહ્યું કે, ‘હું બહુ કંઈ કરી શક્યો નહીં. મારે ફક્ત તેનો મહત્તમ ઉપયોગ કરવાનો હતો. હું એવી ચાલ કરી રહ્યો હતો જે કાર્લસન માટે મુશ્કેલ હતી અને સદભાગ્યે ચાલ સાચી સાબિત થઈ. આ ટુર્નામેન્ટમાંથી મેં એક વાત શીખી છે કે સમયસર ચાલ કરવાનું દબાણ તમને ભૂલો કરવા માટે મજબૂર કરી શકે છે.’

વર્લ્ડ ચેમ્પિયન ડોમરાજુ ગુકેશ અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન મેગ્નસ કાર્લસન બંને ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં ટકરાયા હતા, જ્યાં કાર્લસને તેના ટ્રેડમાર્ક ચાલથી જીત મેળવી હતી. જોકે, આ વખતે, ગુકેશે જીત મેળવી અને તેની પાછલી હારનો બદલો લીધો.

તમને જણાવી દઈએ કે, નોર્વે ચેસને ચેસ કેલેન્ડર પર પ્રીમિયર ટુર્નામેન્ટમાંની એક માનવામાં આવે છે. છ ખેલાડીઓ ડબલ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજા સામે રમશે. પુરુષો અને મહિલાઓ બંને શ્રેણીઓમાં મેચો છે. ૨૦૨૫ આવૃત્તિ ૨૬ મે થી ૬ જૂન સુધી સ્ટેવાંગર (Stavanger)માં ચાલશે.

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2025 06:55 AM IST | Stavanger | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK