Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > કૉમનવેલ્થ ગેમ્સ 2026 પછી ગ્લાસગોની હોટેલમાંથી પાકિસ્તાની બૉક્સર ગાયબ થયો

કૉમનવેલ્થ ગેમ્સ 2026 પછી ગ્લાસગોની હોટેલમાંથી પાકિસ્તાની બૉક્સર ગાયબ થયો

Published : 05 August, 2026 06:49 PM | IST | Glasgow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ બાદ પાકિસ્તાની બૉક્સર કુદરતુલ્લાહ ટીમ હોટેલમાંથી ગુમ થઈ ગયો. અધિકારીઓએ તેની શોધખોળ શરૂ કરી છે.

કૉમનવેલ્થ ગેમ્સ 2026 પછી ગ્લાસગોની હોટેલમાંથી પાકિસ્તાની બૉક્સર ગાયબ થયો

કૉમનવેલ્થ ગેમ્સ 2026 પછી ગ્લાસગોની હોટેલમાંથી પાકિસ્તાની બૉક્સર ગાયબ થયો


પાકિસ્તાની ખેલાડીઓની ઇન્ટરનૅશનલ ટૂરના વિવાદોના લિસ્ટમાં વધુ એક ઘટના ઉમેરાઈ છે. ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર પાકિસ્તાની બૉક્સર કુદરતુલ્લાહ નૅશનલ ટીમની હોટેલમાંથી ગાયબ થઈ ગયો હતો. તે ઘરવાપસી કરવાને બદલે સ્કૉટલૅન્ડમાં રહેવાનો પ્લાન બનાવતો હશે એવી ચર્ચા છે. 
કૉમનવેલ્થ ગેમ્સ 2026ની ક્લોઝિંગ સેરેમની બાદ પાકિસ્તાનની ફ્લાઇટ પકડવાના લગભગ ૬ ક્લાક પહેલાં આ બૉક્સર ન મળતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ટીમ સવારે ૯ વાગ્યે હોટેલની લૉબીમાં એકઠી થવાની હતી, પરંતુ જ્યારે અધિકારીઓએ તેના રૂમની તપાસ કરી ત્યારે તે ત્યાં નહોતો. તેનો પાસપોર્ટ અને રિટર્ન ટિકિટ ટીમ-મૅનેજર પાસે હતી.

ગ્લાસગોમાં માત્ર એક મેડલ જીત્યું પાકિસ્તાન



કૉમનવેલ્થ ગેમ્સ 2026માં પાકિસ્તાનના ૨૧ સભ્યોના ગ્રુપમાંથી માત્ર એક મેડલ આવી શક્યો. મહિલાઓની ૬૦ કિલો બૉક્સિંગ કૅટેગરીમાં ફાતિમા ઝહરાએ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ યંગ બૉક્સરે ભારતની ભૂતપૂર્વ બૉક્સર મૅરી કૉમના જીવનથી પ્રભાવિત થઈને બૉક્સિંગ શરૂ કર્યું હતું. પાકિસ્તાને ઓવરઑલ ૨૭ ગોલ્ડ, ૨૭ સિલ્વર અને ૨૯ બ્રૉન્ઝ સહિત ૮૩ મેડલ જીત્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 06:49 PM IST | Glasgow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK