Godhra Fire News: એક જ પરિવારના ચાર લોકો આ આગમાં ભડથું થઇ ગયા છે. આજે સવારે સાત વાગ્યાની આસપાસ એક મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભૂકી હતી પછી તે આખા ઘરમાં ફેલાઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
ગોધરામાં આવેલા વૃંદાવન નગર-૨માં એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી (Godhra Fire News) નીકળી હતી. આ આગે ચાર લોકોના જીવ લીધા છે. એક જ પરિવારના ચાર લોકો આ આગમાં ભડથું થઇ ગયા છે. આજે સવારે સાત વાગ્યાની આસપાસ એક મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ભભૂકી હતી પછી તે આખા ઘરમાં ફેલાઈ હતી. આગને કારણે ફેલાયેલા ધુમાડાથું ગુંગળામણ થતાં એક જ પરિવારના ચાર લોકોએ જીવ ખોયો છે. લેટેસ્ટ માહિતી અનુસાર તમામ મૃતકોને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
એક લાકડાના ગોડાઉનમાં પણ આગ લાગી
ADVERTISEMENT
ગુજરાતના ગોધરામાંથી ગોઝારી ઘટના (Godhra Fire News) સામે આવી છે. અહીં સવારે લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની મદદથી આગ ઓલવાઈ ગઈ છે અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આજે શુક્રવારે વહેલી સવારે ગોધરા શહેરમાં એક લાકડાના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતાં જ મોટા પ્રમાણમાં ધુમાડો જોવા મળ્યો હતો. દૂર દૂર સુધી આગની પ્રચંડ જ્વાળાઓ જોઈ શકાતી હતી. આગના બનાવી વિષે માલુમ પડતાં જ ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ખાસી જહેમત બાદ આ પ્રચંડ અને ભયાવહ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. આગને કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં ખૂબ જ ગભરાટ ફેલાયો હતો. જોકે, ફાયરબ્રિગેડે તાત્કાલિક આગ (Godhra Fire News) પર કાબૂ મેળવી લીધો હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
શૉર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે
આગની આ બીનામાં પ્રાથમિક તપાસ કરાઈ છે અને આગ લાગવાનું (Godhra Fire News) કારણ શૉર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. લાકડાના આ વેરહાઉસમાં મોટા પ્રમાણમાં લાકડાં, પ્લાયવુડ અને ફર્નિચરની સામગ્રી સ્ટોર કરવામાં આવી હતી. જેના કારણે આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર અધિકારીએ જણાવ્યું કે આજે સવારે અમને રૉયલ હોટલ નજીક આવેલા લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળી છે એવી માહિતી આપવામાં આવી હતી. ઘટનાસ્થળે જઈને અમે તપાસ કરી ત્યારે તો આગે ભયાવહ રૂપ લઇ લીધું હતું કારણ કે ભારે પવનને કારણે આગ ઝડપથી આસપાસમાં પ્રસરી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલી દેવાઈ હતી. ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે. આગ ઓલવાઈ ગયા પછી જે કૂલિંગની કામગીરી કરાતી હોય છે તે જ ચાલી રહી છે. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. પ્રારંભિક કારણ તો શૉર્ટ સર્કિટ જ હોવાનું જણાઈ રહ્યું છે. બાકી તો વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં શું અપડેટ છે તે તપાસ બાદ જ જાણવા મળશે.


