આ વર્ષે ૧૪ જુલાઈના રોજ સાઇના નેહવાલે એક પોસ્ટ શૅર કરીને જાહેરાત કરી હતી કે તે પારુપલ્લી કશ્યપથી અલગ થઈ રહી છે, પરંતુ હવે આ કપલે યુ-ટર્ન લીધો છે
સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ
ભારતના બૅડ્મિન્ટન સ્ટાર સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપના સંબંધોમાં ફરી એક વાર મીઠાશ પાછી આવી છે. આ વર્ષે ૧૪ જુલાઈના રોજ સાઇના નેહવાલે એક પોસ્ટ શૅર કરીને જાહેરાત કરી હતી કે તે પારુપલ્લી કશ્યપથી અલગ થઈ રહી છે, પરંતુ હવે આ કપલે યુ-ટર્ન લીધો છે. ગઈ કાલે એક સુંદર ફોટો શૅર કરીને બન્નેએ સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘ક્યારેક અંતર તમને હાજરીનું મહત્ત્વ શીખવે છે. અમે ફરીથી પ્રયાસ કરી રહ્યાં છીએ.’

