ભારતની ટોચની મેન્સ બૅડ્મિન્ટન ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પોતાનો પ્રભાવશાળી દેખાવ ચાલુ રાખ્યો છે. આ જોડીએ ચાઇના માસ્ટર્સ સુપર 750 બૅડ્મિન્ટન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જ્યારે પી. વી. સિંધુ...
સાત્વિક-ચિરાગની જોડીએ રેન ઝિયાંગ યુ અને ઝી હાઓનાનની ચીની જોડીને ૨૧-૧૪, ૨૧-૧૪થી હરાવી હતી.
ભારતની ટોચની મેન્સ બૅડ્મિન્ટન ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પોતાનો પ્રભાવશાળી દેખાવ ચાલુ રાખ્યો છે. આ જોડીએ ચાઇના માસ્ટર્સ સુપર 750 બૅડ્મિન્ટન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જ્યારે પી. વી. સિંધુ ક્વૉર્ટર ફાઇનલમાં હારી ગઈ છે.
ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં સાત્વિક-ચિરાગની જોડીએ રેન ઝિયાંગ યુ અને ઝી હાઓનાનની ચીની જોડીને ૨૧-૧૪, ૨૧-૧૪થી હરાવી હતી. બે વખતની ઑલિમ્પિક્સ મેડલ વિજેતા પી. વી. સિંધુને ક્વૉર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર-વન ઍન સે યન્ગ સામે હાર મળતાં તે મેડલ જીતવાની રેસમાંથી આઉટ થઈ ગઈ છે. તેણે ૧૪-૨૧, ૧૩-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કોરિયન પ્લેયર સામે સિંધુની આ સતત આઠમી હાર હતી.

