આવાં ઉચ્ચારણોને કારણે રમતગમતપ્રધાન મનસુખ માંડવિયા ટ્રોલ થયા
રમતગમતપ્રધાન મનસુખ માંડવિયા
કેન્દ્રીય રમતગમતપ્રધાન મનસુખ માંડવિયાએ હાલમાં ઇન્ડિયન સુપર લીગ (ISL) ફુટબૉલ ટુર્નામેન્ટની નવી સીઝન શરૂ કરવાની જાહેરાત કરી હતી. વહીવટી અને સ્પૉન્સર્સના અભાવને કારણે મોડી પડેલી આ લીગ હવે સરકારના હસ્તક્ષેપને કારણે ૧૪ ફેબ્રુઆરીથી રમાશે એવી જાહેરાત રમતગમતપ્રધાને પ્રેસ-કૉન્ફરન્સમાં કરી હતી.
મનસુખ માંડવિયાએ બે સૌથી પ્રખ્યાત ફુટબૉલ ક્લબનાં નામ ખોટાં ઉચ્ચાર્યાં હોવાથી ભારે ટ્રોલ થયા હતા. મનસુખ માંડવિયાએ મોહન બાગાનને બદલે મોહન બેગન અને ઈસ્ટ બૅન્ગૉલને બદલે ઈસ્ટ બેગન ઉચ્ચાર કર્યો હતો. આ ઘટના બાદ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર તેઓ ભારે ટ્રોલ થયા હતા અને રમતગમતપ્રધાનના ફુટબૉલના જ્ઞાન અંગે નવા પ્રશ્નો ઊભા થયા હતા. જોકે પછીથી મનસુખ માંડવિયાએ પ્રેસ-કૉન્ફરન્સમાં થોડું થોભીને નામોને યોગ્ય રીતે ઉચ્ચારવામાં અન્ય અધિકારીઓની મદદ માગી હતી.


