મૅડ્રિડમાં રમાયેલી આ મૅચનો એકમાત્ર ગોલ કરીમ બેન્ઝેમાએ ૭૮મી મિનિટે કર્યો હતો.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
૨૦૧૯માં અને એ પહેલાં પાંચ વખત ચૅમ્પિયન્સ લીગ ફુટબૉલ સ્પર્ધા જીતનાર લિવરપુલ ક્લબની ટીમને રિયલ મૅડ્રિડે બુધવારે આ સીઝનની બહાર કરી દીધી હતી. મૅડ્રિડમાં રમાયેલી આ મૅચનો એકમાત્ર ગોલ કરીમ બેન્ઝેમાએ ૭૮મી મિનિટે કર્યો હતો. ક્વૉર્ટર ફાઇનલના પ્રથમ તબક્કામાં લિવરપુલનો મૅડ્રિડ સામે ૨-૫થી પરાજય થયો હતો અને બુધવારે બીજા તબક્કામાં મોટા માર્જિનથી જીતીને સ્પર્ધામાં ટકી રહેવાનો લિવરપુલને મોકો હતો, પણ મૅડ્રિડે એને ૧-૦થી હરાવીને સ્પર્ધાની બહાર કરી દીધી હતી.
જે આઠ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે એમાં રિયલ મૅડ્રિડ ઉપરાંત ચેલ્સી, મૅન્ચેસ્ટર સિટી, બાયર્ન મ્યુનિક, ઇન્ટર મિલાન, એ. સી. મિલાન, નેપોલી અને બેન્ફિકાનો સમાવેશ છે. સેમી ફાઇનલમાં કોણ કોની સામે રમશે એનો ડ્રૉ આજે થશે.

