બન્ને શક્તિશાળી બૉક્સર અને રેસલર વચ્ચેની આ ટક્કરમાં સેલિબ્રિટી ગેસ્ટ અને બૉલીવુડ ઍક્ટર રાજપાલ યાદવ રેફરી બન્યો હતો.
વિજેન્દર સિંહ, રાજપાલ યાદવ, ગ્રેટ ખલી
મંગળવારે રાતે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પ્રો પંજા લીગ સીઝન-ટૂની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ ઓપનિંગ સેરેમનીની છ ટીમમાંથી રોહતક રાઉડીઝના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર વિજેન્દર સિંહ અને ટુર્નામેન્ટના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર ગ્રેટ ખલી વચ્ચે ફ્રેન્ડ્લી આર્મ રેસલિંગ મુકાબલો થયો હતો. બન્ને શક્તિશાળી બૉક્સર અને રેસલર વચ્ચેની આ ટક્કરમાં સેલિબ્રિટી ગેસ્ટ અને બૉલીવુડ ઍક્ટર રાજપાલ યાદવ રેફરી બન્યો હતો. તેણે બન્નેની હાઇટ મૅચ કરવા સ્ટેજ પર સ્ટૂલ મગાવવું પડ્યું હતું. જોકે આ મુકાબલો ડ્રૉ રહ્યો હતો.

