આજે વિમ્બલ્ડન ફાઇનલમાં નક્કી થશે કોણ બનશે સેન્ટર કોર્ટનો નવો કિંગ

૨૧ ગ્રૅન્ડ સ્લૅમ જીતવાના જૉકોવિચના માર્ગમાં વિઘ્ન નાખી શકશે કીર્ગિયોસ?
સર્બિયાનો ખેલાડી નોવાક જૉકોવિચ અત્યાર સુધી ૩૧ ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ રમ્યો છે, જે પૈકી ૨૦માં જીત્યો છે. જોકે આજે ઑસ્ટ્રેલિયાના નિક કીર્ગિયોસ સામેની વિમ્બલ્ડનની ફાઇનલમાં શું થશે એની કોઈને ખબર નથી. ૩૫ વર્ષના જૉકોવિચ માટે સતત ચોથી વખત વિમ્બલ્ડન ફાઇનલ જીતવાની તક છે. જોકે બીજી તરફ કીર્ગિયોસ પણ ચમત્કાર કરે એવી શક્યતાને પણ કોઈ નકારતું નથી. વળી જૉકોવિચ પોતે જાણે છે કે વિમ્બલ્ડનમાં સતત ૨૭ મૅચ જીતવાના રેકૉર્ડને પણ કીર્ગિયોસ તોડી શકે છે.
આજની મૅચમાં ભલે જૉકોવિચને ફેવરિટ ગણવામાં આવતો હોય, પરંતુ અગાઉની બે મૅચ દરમ્યાન કીર્ગિયોસ સામે જૉકોવિચ એક સેટ પણ જીતી શક્યો નહોતો. મૅચ પહેલાં જૉકોવિચે કીર્ગિયોસ વિશે કહ્યું હતું કે આ મૅચ રસાકસીભરી રહેશે. તે બહુ ઝડપી છે. છેલ્લે તેની સામે હાર્યા બાદ હું રમ્યો નથી.’
આ વર્ષે જ્યારે જૉકોવિચને વૅક્સિન ન લેવા બદલ ઑસ્ટ્રેલિયાની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો ત્યારે કીર્ગિયોસે તેને જાહેરમાં ટેકો આપ્યો હતો. જૉકોવિચે કહ્યું હતું કે એક ટેનિસપ્રેમી તરીકે હું ખૂબ ખુશ છું કે તે ફાઇનલમાં આવ્યો છે, કારણ કે તેનામાં ઘણી ટૅલન્ટ છે.’
આજે રમાનારી ફાઇનલમાં સેન્ટર કોર્ટનો નવો કિંગ મળશે.
32
આજની મૅચ સાથે ફેડરરનાે કુલ ૩૧ વખત ગ્રૅન્ડ સ્લૅમની ફાઇનલમાં પહોંચવાનો રેકૉર્ડ તોડીને જૉકોવિચ આટલામી વખત પહોંચશે.

