નીરજ ચોપડા અને અર્શદ નદીમ વચ્ચે ટોક્યોમાં આજથી ગોલ્ડ મેડલ માટે સંઘર્ષ
નીરજ ચોપડા અને અર્શદ નદીમ
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદાસ્પદ સંઘર્ષ બાદ ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ ઍથ્લેટિક્સમાં પણ આજથી બે દિવસ સુધી ભારતના નીરજ ચોપડા અને પાકિસ્તાનના ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અર્શદ નદીમ પર બધાની નજર હશે. આજે જૅવલિન થ્રોના ક્વૉલિફાઇંગ રાઉન્ડ રમાશે જેમાં બન્ને ખેલાડીઓને અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.
નીરજ ચોપડા અને નદીમ અત્યાર સુધી આઠ વાર સ્પર્ધામાં સાથે ઊતર્યા છે જેમાં સાત વાર નીરજનો પર્ફોર્મન્સ નદીમ કરતાં ચડિયાતો રહ્યો છે. ફક્ત એક વાર પૅરિસ ઑલિમ્પિક્સમાં નદીમ નીરજને પછાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

