ભારતીય ગ્રૅપલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં પોતાન પ્રભાવશાળી મુકાબલો ચાલુ રાખ્યો, 6 ઑગસ્ટના રોજ મહિલા 50 કિગ્રા કુસ્તીની સેમિફાઈનલમાં પ્રબળ જીત મેળવી. વિનેશની જીતની તેના વતન બલાલીમાં ઉજવણી કરવામાં આવી, જ્યાં તેના કાકા મહાવીર ફોગાટ અને ગામના લોકોએ આનંદ કર્યો. આ જીત સાથે, વિનેશ ફોગાટે ભારતની ગોલ્ડ મેડલની આશા જીવંત રાખીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ANI સાથે વાત કરતા, ભારતીય રેસલર વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટે કહ્યું, “... અમને પૂરી ખાતરી છે કે તે ગોલ્ડ મેડલ લાવશે. તે ખૂબ જ સારી અને આત્મવિશ્વાસ સાથે રમી હતી. તે આગળ પણ સારું રમશે. માત્ર ગામ જ નહીં પરંતુ આખો દેશ આજે ખુશ છે...”