Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે રેકૉર્ડબ્રેક ખરીદી

ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે રેકૉર્ડબ્રેક ખરીદી

Published : 29 January, 2025 07:12 AM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યાર સુધીમાં ૨.૯૮ લાખ ખેડૂતો પાસેથી ૧૦ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૨.૯૮ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૧૦ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે જે અત્યાર સુધીની રેકૉર્ડબ્રેક ખરીદી છે.


ગુજરાતના કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં આ વર્ષે મગફળીના પાકનું ૧૮.૮૦ લાખથી વધુ હેક્ટરમાં રેકૉર્ડબ્રેક વાવેતર થયું હતું જે ગયા વર્ષની સરખામણીએ ૨.૫ લાખ હેક્ટર વધુ હતું. ભારત સરકાર દ્વારા મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ ૬૭૮૩ રૂપિયા જાહેર કરવામાં આવ્યો હતો જેથી મગફળીના વેચાણ માટે ગુજરાતના ૩.૭૨ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ૧૯૭ ખરીદ-કેન્દ્રો ખાતેથી ૨.૯૮ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૬૭૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતની કુલ ૧૦ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે ૨.૩૨ લાખ ખેડૂતોને ૫૧૭૨ કરોડ રૂપિયાથી વધુની ચુકવણી સીધી તેમના બૅન્ક-ખાતામાં કરી દેવામાં આવી  છે. ગુજરાતમાં પહેલી વાર ખેડૂતોને ખરીદીના તુરંત બાદ આટલી ઝડપથી ચુકવણી કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2025 07:12 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK