દરમ્યાન ગ્લોબલ બ્રોકિંગ હાઉસ ગોલ્ડમૅન સેક્સ દ્વારા ૧૦ ભારતીય સ્ટૉક્સ માટે ઊંચા વળતરની ધારણા-આશા વ્યક્ત કરાઈ છે
પ્રતીકાત્મક તસવીર
નવું નાણાકીય વર્ષ ચાલુ થઈ રહ્યું છે, પરંતુ નવા વર્ષમાં નવી આશા કરતાં અનિશ્ચિતતા વધુ ઊભી છે. ટ્રમ્પ સરકાર ન પોતે જંપીને બેસશે, ન બીજા દેશોને જંપીને બેસવા દેશે. તમામ અર્થતંત્રોની ગ્લોબલ અસરો વચ્ચે શૅરબજારની રિકવરીની ગાડી આગળ વધશે કે નહીં એ સવાલ સાથે ઇન્વેસ્ટર્સ વર્ગે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરવાનું રહેશે. હવે પછી કરેક્શનની ગાડી ધીમી પડવાની અને રિકવરીની ગાડી વેગ પકડવાની ઉમ્મીદ છે, જેનો આરંભ ટૂંક સમયમાં રિઝર્વ બૅન્કનાં પગલાં અને સંકેતોથી થશે. જોકે ટ્રમ્પનો ડ્યુટી-અટૅક પણ માથે ઊભો છે



