આ જોખમ નિવારવા માટે શું કરવું જોઈએ એ જાણી લઈએ આજે
વધારે ડ્રાઇવિંગ કરવાથી ઘૂંટણનાં હાડકાંની બીમારીનું જોખમ
મુંબઈ હોય કે ભારતનું બીજું કોઈ શહેર, ટ્રાફિક સર્વત્ર હોય છે અને પોતાના વાહનમાં નોકરી પર જતી વખતે રોજ બે કલાકથી વધારે જે લોકો ડ્રાઇવિંગ કરે છે તેમને ઘૂંટણનાં હાડકાંને લગતો પેટેલોફિમોરલ સિન્ડ્રૉમ થતો હોય છે. એમાં તીવ્ર પીડા થાય છે અને એ ઘૂંટણમાં બળતરાનું કારણ બને છે. જોકે નિષ્ણાતો જણાવે છે કે ડ્રાઇવિંગ કરતી વ્યક્તિ નિયમિત આરામ કરીને, સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગની કસરત કરીને અને જરૂર પડ્યે ડૉક્ટરની સલાહ લઈને એમાંથી રાહત મેળવી શકાય છે.
એક જ સ્થિતિમાં બેસીને ડ્રાઇવિંગ કરવાથી ઑસ્ટિયોપોરોસિસનું જોખમ પણ રહે છે. વળી ડ્રાઇવિંગ કરતી વખતે યોગ્ય સ્થિતિમાં બેસવામાં ન આવે તો પણ ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. ઘરમાં સોફામાં બેસવું અને કારની ડ્રાઇવિંગ-સીટમાં બેસવું એમાં ઘણો ફરક છે. ડ્રાઇવિંગ-સીટમાં સ્પેસ લિમિટેડ હોય છે એટલે સ્નાયુઓને લગતી સમસ્યા પણ ઉદ્ભવી શકે છે. ડ્રાઇવિંગ કરનારને આસપાસના રસ્તા, પાછળથી આવતાં વાહનો સતત જોવાનાં રહે છે અને તેથી મસલમાં સ્ટ્રેસ આવે છે. ડ્રાઇવરનો પગ ક્લચ, ઍક્સેલરેટર અને બ્રેક પર સતત ફરતો રહે છે અને તેથી ઘૂંટણનાં હાડકાં પણ લાંબા ગાળે ઘસાય છે. જો યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો સમસ્યા વધારે ઘેરી બને છે.
ADVERTISEMENT
આ મુદ્દે નિષ્ણાતોનું કહેવું છે કે કેટલીક કસરત કરીને પીડાને અસ્થાયી રૂપથી દૂર કરી શકાય છે. પગ અને ઘૂંટણમાં લવચીકતા જળવાઈ રહે એ માટે દર ૩૦ મિનિટે ડ્રાઇવરે આરામ લેવો જોઈએ અને કાર સાઇડમાં લગાવી નીચે ઊતરીને થોડું સ્ટ્રેચિંગ કરવું જોઈએ. કાફ-મસલ્સને મજબૂત કરવા માટે શરીરની થોડી કસરત કરવી જોઈએ, થોડી મિનિટો માટે વૉક કરવું જોઈએ અને પીઠ અને કરોડરજ્જુને સ્ટ્રેચ કરવાં જોઈએ. ઘૂંટણને મજબૂત કરવા માટે લેગ પ્રેસ, સ્ક્વૉટ્સ અને કાફ-મસલ્સની કસરત કરવી જોઈએ.
ઘણી વાર ડ્રાઇવિંગ કરતી વખતે ખોટી પોઝિશનમાં બેસવાથી પણ ઘૂંટણમાં તકલીફ થયા બાદ પીડા થાય છે. આથી લાંબા ડ્રાઇવિંગ પહેલાં સીટ તમારે અનુરૂપ ઍડ્જસ્ટ કરવી જોઈએ. ઘૂંટણ અને પીઠને ટેકો આપે એ રીતે સીટને સીધી રેખામાં રાખવી જોઈએ. ડ્રાઇવિંગ કરતી વખતે સ્નીકર્સ પહેરવાં સલામત છે, ગાદીવાળાં શૂઝ ડ્રાઇવિંગ પૅડલ્સમાંથી આવતાં કંપનો શોષવામાં મદદ કરે છે.
ડ્રાઇવિંગ કરનારને આસપાસના રસ્તા, પાછળથી આવતાં વાહનો સતત જોવાનાં રહે છે અને તેથી મસલમાં સ્ટ્રેસ આવે છે. ડ્રાઇવરનો પગ ક્લચ, ઍક્સેલરેટર અને બ્રેક પર સતત ફરતો રહે છે અને તેથી ઘૂંટણનાં હાડકાં પણ લાંબા ગાળે ઘસાય છે.

