સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ વિવાદ નોતર્યો, બોલ્યા કે...
સ્વામીનારાયણ મંદિર
સનાતન ધર્મનાં દેવી-દેવતાઓને સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા ટાર્ગેટ કરીને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહ્યો છે એમાં વધુ એક સ્વામીનું વિવાદાસ્પદ વિધાન સામે આવ્યું છે. સ્વામીનારાયણ સત્સંગ છાવણી, સરધાર સ્વામીનારાયણ મંદિરના સાધુ નિત્યસ્વરૂપદાસનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેમણે સનાતન ધર્મના બધા ભગવાનોને સ્વામીનારાયણના મૅનેજર તરીકે ગણાવ્યા છે જેના પગલે સનાતન ધર્મીઓમાં વધુ એક વખત રોષ ફેલાયો છે.
રાજકોટના સરધારમાં સ્વામીનારાયણ સત્સંગ છાવણી, સ્વામીનારાયણ મંદિરના સાધુ નિત્યસ્વરૂપદાસના વાઇરલ થયેલા વિડિયોમાં તેઓ એવું બોલતા જણાય છે કે ‘આ દુનિયા એની પાછળ ગાંડી થઈ ગઈ. અરે, મેં આમ સંકલ્પ કર્યો, મારું આમ પેલાએ કામ કરી દીધું, આ બાપે આ કરી દીધું, અમારું આ કામ કરી દીધું. એ બધાય ભગવાન સ્વામીનારાયણના મૅનેજર અને એમાંય કૅટેગરી.’
ADVERTISEMENT
લોકોમાં પ્રશ્નો ઊઠ્યા છે કે સનાતન ધર્મનાં આરાધ્ય દેવી-દેવતાઓ પર કેમ સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા આવાં વિવાદાસ્પદ વિધાનો થઈ રહ્યાં છે.

