અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી થયો છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૪૪૧.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૫૭.૮૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૬૩૭.૬૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૫૦૯.૪૧ પૉઇન્ટના નેટ સુધારે ૭૭,૪૧૪.૯૨ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૭૬૭ ઉપર ૭૮,૭૪૨ કુદાવે તો ૭૯,૧૨૦, ૭૯,૭૨૯, ૮૦,૧૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૭,૦૮૨ નીચે નબળાઈ સમજવી. ૭૭ ૦૮૨ નીચે ૭૬ ૮૮૦, ૭૬,૫૪૦, ૭૬,૨૨૫ ,૭૬,૦૯૫ સપોર્ટ ગણાય. થોડા દિવસમાં ઝડપથી વધી ગયું હોવાથી કરેક્શન આવી શકે છે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી થયો છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (EXPANDING TRIANGLE = આ રચનાને બ્રોડનિંગ ફૉર્મેશન પણ કહેવાય છે. ભાગ્યે જ જોવા મળતી આ રચના હકીકતમાં ઇન્વરટેટ ટ્રાયેન્ગલ છે એટલે કે ટ્રાયેન્ગલને જો વિરુદ્ધ દિશામાં ઊલટાવીએ તો એક્સપાન્ડિંગ ટ્રાયેન્ગલ કહેવાય. અત્યાર સુધી આપણે જેટલી પણ ટ્રાયેન્ગલ પૅટર્ન જોઈ એમાં બે ટ્રેન્ડલાઇનો સંકડાતી જતી હોય છે, પણ એક્સપાન્ડિંગ ટ્રાયેન્ગલમાં બીજી બધી પૅટર્ન કરતાં ઊલટું હોય છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૨૮૮.૨૦ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૧,૮૪૦.૮૫) : ૪૭,૭૫૧.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૨,૧૨૫ ઉપર ૫૨,૪૮૦, ૫૨,૯૧૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૧,૦૬૮ નીચે નબળાઈ સમજવી. ૫૧,૦૬૮ નીચે ૫૦,૬૩૦, ૪૯,૯૮૦ સપોર્ટ ગણાય.
યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા (૧૨૬.૧૮): ૧૦૭.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૯ અને ૧૩૧ ઉપર ૧૩૬ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૧૯ અને ૧૧૭ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય.
બૅન્ક ઑફ ઇન્ડિયા (૧૦૭.૧૨) : ૯૨.૬૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ અને અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૯ ઉપર ૧૧3, ૧૨૧, ૧૨૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૦૨ નીચે ૯૦ પૅનિક સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય.
૨૨,૧૦૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૮૦૨ ઉપર ૨૩,૮૯૩ કુદાવે તો ૨૪,૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૪૫૫ નીચે ૨૩,૪૦૦ તૂટે તો નબળાઈ સમજવી. ૨૩,૪૦૦ નીચે ૨૩,૩૦૦, ૨૩,૧૭૨ સપોર્ટ ગણાય.
૭૧૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૯૦ ઉપર ૬૯૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૭૯ નીચે ૬૭૫, ૬૬૬, ૬૫૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
૬૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૬૬ ઉપર ૬૮૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૫૦ નીચે ૬૪૪, ૬૩૧, ૬૧૭ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

