RBI કેન્દ્ર સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપશે, ડિરેક્ટર બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
ફાઈલ તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ કેન્દ્ર સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાનું રેકૉર્ડ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં શુક્રવારે બેઠક યોજાઈ હતી. આ દરમ્યાન ડિરેક્ટર બોર્ડે એપ્રિલ ૨૦૨૪ - માર્ચ ૨૦૨૫ દરમ્યાન રિઝર્વ બૅન્કની કામગીરીની પણ ચર્ચા કરી હતી અને ૨૦૨૪-’૨૫ માટે રિઝર્વ બૅન્કના વાર્ષિક અહેવાલ અને નાણાકીય નિવેદનોને મંજૂરી આપી હતી. આ સાથે બોર્ડે કેન્દ્ર સરકારને ૨.૬૯ લાખ કરોડ રૂપિયાના સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી હતી જે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં આપવામાં આવેલા ૨.૧ લાખ કરોડ રૂપિયાથી ઘણું વધારે છે. આ અગાઉ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે આપેલું ડિવિડન્ડ ૮૭,૪૧૬ કરોડ રૂપિયા હતું.

