જય ભોલે ગ્રુપે અનેકવાર ધાર્મિક વસ્તુઓ માતાજીના મંદિરમાં અર્પણ કરી
અંબાજીના વહીવટદાર કૌશિક મોદીએ માતાજી માટેનાં કુંડળ સ્વીકાર્યાં હતાં
શક્તિપીઠ શ્રી આરાસુરી અંબાજી યાત્રાધામમાં ગઈ કાલે અંબામાના શૃંગાર માટે ૫,૩૧,૦૦૦ રૂપિયાનાં સોનાનાં કુંડળ અમદાવાદના દીપેશ પટેલ અને જય ભોલે ગ્રુપના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક અર્પણ કર્યાં હતાં. અંબાજીના વહીવટદાર કૌશિક મોદીએ માતાજી માટેનાં કુંડળ સ્વીકાર્યાં હતાં.
ADVERTISEMENT
આ પહેલાં જય ભોલે ગ્રુપે સોનાની પાદુકા, ઘંટી, ચામર અને અજય બાણ જેવી ધાર્મિક વસ્તુઓ માતાજીના મંદિરમાં અર્પણ કરી છે.

