° °

આજનું ઇ-પેપર
Sunday, 26 June, 2022


વૉટ્સઍપ પુરાણ : આ ગ્રુપ અને બ્રૉડકાસ્ટના ત્રાસથી બચાવવા માટેનો કોઈ ઉપાય ખરો?

22 May, 2022 03:43 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

એક બાજુએ વૉટ્સઍપ પર પ્રેમ ઊભરાવતા લોકો અને બીજી બાજુએ વૉટ્સઍપ પર બનતાં ગ્રુપ અને બ્રૉડકાસ્ટનો ત્રાસ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

એક બાજુએ વૉટ્સઍપ પર પ્રેમ ઊભરાવતા લોકો અને બીજી બાજુએ વૉટ્સઍપ પર બનતાં ગ્રુપ અને બ્રૉડકાસ્ટનો ત્રાસ. આ ત્રાસ ખરેખર નકારાત્મકતાની ભાવના સાથે ‘સોને પે સુહાગા’ જેવો છે. અકલ્પનીય અને બેહદ ત્રાસ ફેલાવનારો છે. કોઈને પણ ગ્રુપમાં દાખલ કરતાં પહેલાં કે પછી એમાં ઍડ કરતાં પહેલાં ઍટ લીસ્ટ એક વખત જો તેને પૂછી લેવાનો શિષ્ટાચાર દેખાડવામાં આવે તો એ પણ રાહત આપનારો રહેશે. એક ભાઈ દરરોજ બ્રૉડકાસ્ટ પર ફાફડા અને જલેબી મોકલતા, પચીસ વખત મેં તેને કહ્યું, પણ તે માને જ નહીં કે મને પણ તેનો મેસેજ આવે છે. એક દિવસ સવારમાં ફોન કરીને કહે, ભૂલથી બ્રૉડકાસ્ટમાં મુકાઈ ગયા હતા. 
આવી ભૂલો કોઈની શાંતિના ભોગે શું કામ હોય ભાઈ અને એ પછી પણ ધારો કે તમને આવી ભૂલની મજા આવતી હોય તો એની સજા હું કે પછી મારા જેવો શું કામ ભોગવે? મારો મોબાઇલ અને મારું વૉટ્સઍપ મારી દુનિયા છે. એમાં તમારે આવતાં પહેલાં એક વાર પરમિશન તો લેવી જોઈએ કે નહીં. માન્યું કે વૉટ્સઍપ આ પ્રકારના લોકોથી બચવા માટે અનેક પ્રકારની સુવિધા આપે છે, પણ મારે એ સુવિધા વાપર્યા વિના શાંતિ જોઈતી હોય તો શું મને એ ન મળી શકે, મને એ ન મળવી જોઈએ? જુઓ, હું હજી પણ કહું છું કે બ્લૉક કે પછી બ્લૅક-લિસ્ટ કરવાની જે પ્રોસેસ છે એ આપણા લોકો માટે નથી હોતી, એ અજાણ્યા નોટોરિયસ લોકો માટે હોય છે, પણ આજે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે તમારે તમારા જાણીતા-ઓળખીતાને જ બ્લૅક-લિસ્ટ કરવા પડે કે પછી તેને બ્લૉક કરવા પડે. વૉટ્સઍપ અનિવાર્ય છે, એના વિના ચાલવાનું નથી અને એને લીધે કામ પણ સ્મૂધ થયું છે એ બધું સાચું, પણ એનો વપરાશ કાં તો તમે તમારા પૂરતો મર્યાદિત રાખો અને કાં તો એનો ઉપયોગ સંયમ સાથે કરો એ જરૂરી છે. આજે બૉલીવુડમાં એક શિરસ્તો થઈ ગયો છે કે મોટા ભાગના લોકો એકબીજાને ટેક્સ્ટ મેસેજથી જ વાત કરે છે. વૉટ્સઍપને હવે સામેવાળાનું પર્સનલ ચૅટ-બૉક્સ ગણવામાં આવે છે. જો તે વ્યક્તિ ઇચ્છે અને પરમિશન આપે તો અને તો જ એ ચૅટ-બૉક્સ પર જઈને વાતો કરવાની, અન્યથા કામના મેસેજ કરી દો અને કામની વાત ટેક્સ્ટ મેસેજમાં પતાવીને નીકળી જાઓ.
આ સંયમ છે અને આવો સંયમ સૌકોઈએ સમજવાની જરૂર છે. અજાણ્યા માટે કે વધારે પડતા લાગણીશીલ ફૅન્સ માટે હું તૈયાર છું કે એ ન સમજે, પણ તમારા પોતાના લોકો પણ આ વાત ન સમજે એ ગેરવાજબી છે. હું ફૅમિલી મેમ્બર્સની વાત નથી કરતો, હું તો ક્યાંય પારિવારિક સભ્યોની ચર્ચા પણ નથી કરતો, પણ હું વાત કરું છું તમારા સર્કલના લોકોની, જે દરરોજ તમને મળે છે, તમે જેમની સાથે દરરોજ કામ કરો છો અને એ પછી પણ દરરોજ સવારના જાગીને તેને તમારે ગુડ મૉર્નિંગ કહેવા માટે ગુલાબનાં ફૂલ મોકલવાં છે અને કુદરતી દૃશ્યોનો ઢગલો કરવો છે. ગુજરાતી નાટકના એક પ્રોડ્યુસર છે જે દરરોજ સવારે ત્રણ ઇમેજ ફૂલોની મોકલે અને પછી પૂછે પણ ખરા, કેવા લાગ્યા ફોટો? શું જવાબ આપવાનો તેમને, શું કહેવાનું તેમને અને કોની પાસે જઈને છાજિયાં લેવાનાં તેમની આ હરકતોથી ત્રાસીને?
છે કોઈ પાસે જવાબ, છે કોઈ પાસે આમાંથી છૂટવાની રીત?

22 May, 2022 03:43 PM IST | Mumbai | Manoj Joshi

અન્ય લેખો

આ ટોળા-બહાદુરોને કાયદો સમજાવો!

થોડાં વર્ષો પહેલાં સર્વોચ્ચ અદાલતે એવો આદેશ આપ્યો હતો કે આવી ભાંગફોડથી જે નુકસાન થાય એ નુકસાન આવું આંદોલન કરનારા નેતાઓ કે પક્ષોએ ભરપાઈ કરી આપવું જોઈએ. આમ છતાં સર્વોચ્ચ અદાલતના આ આદેશનો સરકાર અમલ કરાવી શકી નથી

26 June, 2022 01:10 IST | Mumbai | Dr. Dinkar Joshi

વાત વિરુદ્ધ વર્તન : શિવસેનાનું એક જૂથ સંગઠન સાથે કામ કરવા કોઈ કાળે તૈયાર નહોતું

હા, એ સાવ સાચું છે કે શિવસેના પૈકીનું એક જૂથ એવું હતું જેને આ ગઠબંધનમાં કોઈ રસ નહોતો

26 June, 2022 11:09 IST | Mumbai | Manoj Joshi

વાત વિરુદ્ધ વર્તન : કહો જોઈએ, સરકારનું ગઠબંધન તૂટે તો સૌથી વધારે રાજી કોણ થશે?

શિંદેની એક જ માગણી છે કે સહજ રીતે હિન્દુત્વની ભાવના સાથે જો આગળ વધવું હોય તો જ અમે પાછા આવીએ, અમારો ટેકો અમે બીજેપીને ઘોષિત કરીશું અને બીજેપી પોતાનો જે નેતા આગળ કરે તેને અમે મુખ્ય પ્રધાન પદ પર સ્વીકારીશું.

25 June, 2022 09:21 IST | Mumbai | Manoj Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK