ગોરેગામમાં આવેલા નેસ્કો સેન્ટરમાં મૅરિટાઇમ લીડર્સ કૉન્ક્લેવને સંબોધન કરશે
નરેન્દ્ર મોદી
ગોરેગામના નેસ્કો સેન્ટર ખાતે શરૂ થયેલા ઇન્ડિયા મૅરિટાઇમ વીક (IMW) 2025માં ભાગ લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાત લેશે. વડા પ્રધાન મૅરિટાઇમ લીડર્સ કૉન્ક્લેવને સંબોધિત કરશે અને ગ્લોબલ મૅરિટાઇમ CEO ફોરમની અધ્યક્ષતા કરવાના છે. આ કાર્યક્રમ સાંજે ૪ વાગ્યે નેસ્કો સેન્ટર ખાતે યોજાશે.
ઇન્ડિયા મૅરિટાઇમ વીક 2025ના ફ્લૅગશિપ કાર્યક્રમ ગ્લોબલ મૅરિટાઇમ CEO ફોરમમાં ગ્લોબલ મૅરિટાઇમ ઇકોસિસ્ટમના ફ્યુચર પર ચર્ચા થશે. મૅરિટાઇમ અમૃત કાલ વિઝન 2047 હેઠળ મૅરિટાઇમ ટ્રાન્સફૉર્મેશનને ધ્યાનમાં રાખીને પોર્ટ ડેવલપમેન્ટ, શિપિંગ અને શિપબિલ્ડિંગ, લૉજિસ્ટિક્સ અને મૅરિટાઇમ સ્કિલ બિલ્ડિંગ જેવાં ચાર પાયાનાં ક્ષેત્રોને મજબૂત બનાવવાની યોજના તૈયાર થશે.
ADVERTISEMENT
૩૧ ઑક્ટોબર સુધી યોજાનારા મૅરિટાઇમ વીકમાં ૮૫થી વધુ દેશો ભાગ લેશે, જેમાં ૧,૦૦,૦૦૦થી વધુ પ્રતિનિધિઓ, ૫૦૦ એક્ઝિબિટર્સ અને ૩૫૦થી વધુ આંતરરાષ્ટ્રીય વક્તાઓ ભાગ લેશે.
બોક્સ: નેસ્કો સેન્ટરના માર્ગો પર ટ્રાફિક ડાઇવર્ઝન મૃણાલતાઈ ગોરે જંક્શન અને નેસ્કો ગૅપ વચ્ચેના માર્ગ પર વાહનવ્યવહાર બંધ રહેશે. ફક્ત ઇમર્જન્સી વાહનો, VIP કૉન્વોય અને સ્થાનિક રહેવાસીઓ આ રસ્તાનો ઉપયોગ કરી શકશે. નેસ્કો ગૅપથી મૃણાલતાઈ ગોરે જંક્શન સુધીનો ટ્રાફિક વનવે બનાવવામાં આવશે.


