આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના દીકરા સૂરજ પંચોલીએ ૨૦૧૫માં ‘હીરો’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું
સૂરજ પંચોલી
આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના દીકરા સૂરજ પંચોલીએ ૨૦૧૫માં ‘હીરો’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તે અથિયા શેટ્ટી સાથે જોવા મળ્યો હતો અને તેને ફિલ્મફેર બેસ્ટ મેલ ડેબ્યુનો અવૉર્ડ મળ્યો હતો. જોકે એ ફિલ્મ પછી સૂરજની કરીઅરે ધાર્યા મુજબ વેગ પકડ્યો નહોતો અને હવે તેના પપ્પા આદિત્ય પંચોલીએ એક પોસ્ટ શૅર કરી છે જેમાં કહેવાયું છે કે સૂરજે બૉલીવુડ છોડી દીધું છે અને હવે તે બિઝનેસની દુનિયામાં આગળ વધવા માગે છે.
સૂરજ ૨૦૧૩માં જિયા ખાનની આત્મહત્યાના કેસમાં આરોપી હતો અને એની તેની કરીઅર પર બહુ ખરાબ અસર થઈ હતી. જોકે ૨૦૨૩માં સૂરજને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો અને તેણે ‘કેસરી વીર’ જેવી ફિલ્મથી કમબૅકનો પ્રયાસ કર્યો હતો પણ તેનો આ પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો.


