ફિલ્મફેર અવૉર્ડ ફંક્શનમાં પ્રનૂતનના આઉટફિટ પર લેજન્ડરી ઍક્ટ્રેસની તમામ અવૉર્ડવિનર ફિલ્મોનું નામ લખેલું હતું
પ્રનૂતન
શનિવારે અમદાવાદમાં યોજાયેલા 70મા ફિલ્ફેર અવૉર્ડ ફંક્શનમાં ઍક્ટ્રેસ નૂતનને મરણોપરાંત સ્પેશ્યલ સિને આઇકૉન અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ અવૉર્ડ નૂતનના દીકરા મોહનીશ બહલ અને તેમની પૌત્રી પ્રનૂતને સ્વીકાર્યો હતો. આ ફંક્શનમાં પ્રનૂતને સ્પેશ્યલ સાડી પહેરીને દિવંગત દાદી નૂતનને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ફંક્શનમાં પ્રનૂતને જે ગુલાબી રંગની સાડી પહેરી હતી એના પર નૂતનની એ તમામ છ ફિલ્મોનાં નામ લખ્યાં હતાં જેના માટે તેમણે પોતાની કરીઅરમાં ફિલ્મફેર અવૉર્ડ જીત્યો હતો. આ ફિલ્મોમાં ‘બંદિની’, ‘મિલન’, ‘સીમા’, ‘સુજાતા’, ‘મૈં તુલસી તેરે આંગન કી’ અને ‘મેરી જંગ’નો સમાવેશ થાય છે.

