જૂન ૨૦૧૭ પછી પહેલી વાર ફુગાવો ૨.૦૭ ટકાથી ઘટીને ૧.૫૪ ટકા થયો
પ્રતીકાત્મક તસવીર
સપ્ટેમ્બરમાં રીટેલ મોંઘવારીનો દર ૨.૦૭ ટકાથી ઘટીને ૧.૫૪ ટકા થયો છે. ભારતમાં છેલ્લાં ૮ વર્ષમાં સૌથી ઓછો છૂટક ફુગાવો નોંધાતાં આ મહિને મોંઘવારીમાં જબરદસ્ત ઘટાડો થયો હોવાનું જોવા મળ્યું છે. સપ્ટેમ્બરમાં ભારતનો રીટેલ મોંઘવારીનો દર ઘટીને ૧.૫૪ ટકા થયો હતો જે ઑગસ્ટમાં ૨.૦૭ ટકા હતો. ભારતીય રિઝર્વ બૅન્કે રીટેલ મોંઘવારીનો દર બેથી છ ટકા વચ્ચે રાખવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઘટાડાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલો સતત ઘટાડો હતો. જૂન ૨૦૧૭ પછી રીટેલ મોંઘવારી માટે આ સૌથી નીચલું લેવલ છે. એટલે કે છેલ્લાં ૮ વર્ષમાં સૌથી નીચો દર સપ્ટેમ્બર ૨૦૨૫માં નોંધાયો છે.

