રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મના બીજા ભાગમાં હનુમાનજીનો દમદાર રોલ હશે. ‘રામાયણ’ના અંતે દર્શાવવામાં આવેલા પોસ્ટ-ક્રેડિટ સીનમાં જણાવવામાં આવ્યું છે કે ‘રામાયણ’નો બીજો ભાગ હવે ૨૦૨૮ની દિવાળીના અવસર પર થિયેટરોમાં આવશે.
ફિલ્મના એન્ડમાં સની દેઓલના હનુમાન-લુકની પહેલી ઝલક જોઈને દર્શકોને મોટું સરપ્રાઇઝ મળ્યું છે
‘રામાયણ’ ગઈ કાલથી દુનિયાભરનાં થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં રણબીર કપૂરના ભગવાન રામ અને યશના રાવણના પાત્રની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. જોકે આ ફિલ્મના એન્ડમાં સની દેઓલના હનુમાન-લુકની પહેલી ઝલક જોઈને દર્શકોને મોટું સરપ્રાઇઝ મળ્યું છે. ફિલ્મમાં તેમની એક ઝલકે જ થિયેટરોમાં ધૂમ મચાવી દીધી છે.
‘રામાયણ’ના અંતે પોસ્ટ-ક્રેડિટ સીન દરમ્યાન સની દેઓલના હનુમાનના પાત્રની ઝલક રજૂ કરવામાં આવી છે. જોકે આ દરમ્યાન સની દેઓલના હનુમાનના પાત્રનો ચહેરો દર્શાવવામાં આવ્યો નથી. સની જ્યારે પોતાના બુલંદ અવાજમાં ભગવાન હનુમાનના પાત્રમાં ‘જય શ્રીરામ’નો નારો લગાવે છે ત્યારે થિયેટરોમાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાય છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મના બીજા ભાગમાં હનુમાનજીનો દમદાર રોલ હશે. ‘રામાયણ’ના અંતે દર્શાવવામાં આવેલા પોસ્ટ-ક્રેડિટ સીનમાં જણાવવામાં આવ્યું છે કે ‘રામાયણ’નો બીજો ભાગ હવે ૨૦૨૮ની દિવાળીના અવસર પર થિયેટરોમાં આવશે.
ADVERTISEMENT
રામાયણમાં હનુમાનજીની ઝલક વખતે પાંચ દિગ્ગજ ગાયકોએ ગાઈ હનુમાનચાલીસા
‘રામાયણ’ની એન્ડ-ક્રેડિટ્સના દૃશ્યમાં હનુમાનજીની ભૂમિકામાં સની દેઓલની પણ ઝલક જોવા મળે છે ત્યારે આ સમયે હનુમાનજીની એન્ટ્રી વખતે હનુમાનચાલીસાનું સંગીત સંભળાય છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ માટે પાંચ જાણીતા ગાયકોએ એકસાથે હનુમાનચાલીસાને પોતાનો અવાજ આપ્યો છે. પાંચેય ગાયકોના અવાજથી સજ્જ આ હનુમાનચાલીસાનું સંગીત એ. આર. રહમાને આપ્યું છે. ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાની સાથે જ નિર્માતાઓએ યુટ્યુબ પર હનુમાનચાલીસાનો વિડિયો-ટ્રૅક પણ રિલીઝ કર્યો છે. આ વિડિયોને ફિલ્મના એન્ડ-ક્રેડિટ્સ દૃશ્ય તરીકે પણ જોઈ શકાય છે. એમાં સુખવિન્દર સિંહ, દિલજિત દોસાંઝ, મોહિત ચૌહાણ, શંકર મહાદેવન અને કૈલાશ ખેરે હનુમાનચાલીસા ગાઈ છે.
