સૈફે સોશ્યલ મીડિયામાં જે તસવીર શૅર કરી છે એમાં તે લગભગ છથી ૭ વર્ષનો જોવા મળે છે. તસવીર સાથે તેણે કૅપ્શન લખી હતી કે ‘શું આ હું છું? ૧૯૭૫માં બૉમ્બેમાં કાર્માઇકલ રોડ પર આવેલા મમ્મીના ઘરની છત પર મારું મનપસંદ શર્ટ પહેરીને.’
તૈમુર અને પપ્પા સૈફની બાળપણની તસવીર
સૈફ અલી ખાને તાજેતરમાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ શરૂ કર્યું છે. હાલમાં સૈફે આ અકાન્ટમાં પોતાની બાળપણની એક જૂની તસવીર શૅર કરી છે, જે ચર્ચાનો વિષય બની છે. આ તસવીર પર તેની પત્ની કરીના કપૂર અને સોનમ કપૂરે ફીડબૅક આપીને તેની બાળપણની તસવીર અને દીકરા ટિમ એટલે તૈમુર વિશે જોવા મળતા સામ્ય વિશે વાત કરી છે.
સૈફે સોશ્યલ મીડિયામાં જે તસવીર શૅર કરી છે એમાં તે લગભગ છથી ૭ વર્ષનો જોવા મળે છે. તસવીર સાથે તેણે કૅપ્શન લખી હતી કે ‘શું આ હું છું? ૧૯૭૫માં બૉમ્બેમાં કાર્માઇકલ રોડ પર આવેલા મમ્મીના ઘરની છત પર મારું મનપસંદ શર્ટ પહેરીને.’
ADVERTISEMENT
સૈફની આ પોસ્ટ પર તેની પત્ની કરીનાએ પ્રતિક્રિયા આપતા લખ્યું કે ‘શું આ ટિમ છે?’ તો સોનમે લખ્યું કે ‘ટિમ બિલકુલ તમારા જેવો દેખાય છે.’ આમ બન્ને અભિનેત્રીઓએ સૈફના બાળપણના દેખાવની સરખામણી તેના દીકરા તૈમુર સાથે કરી હતી.
