લિવ-ઇન રિલેશનશિપ જાહેર કર્યા પછી પહેલી વખત દેખાયાં સાથે
આમિર અને ગૌરી આ ઑફિસમાંથી બહાર નીકળતાં જોવા મળ્યાં
આમિર ખાને તેની ૬૦મી વર્ષગાંઠ પ્રસંગે તેના અને લિવ-ઇન પાર્ટનર ગૌરી સ્પ્રૅટના અંતરંગ સંબંધોને સ્વીકાર્યા હતા. તેણે એકરાર કર્યા પછી આમિર અને ગૌરી પહેલી વખત મંગળવારે બપોરે મુંબઈમાં એક્સેલ એન્ટરટેઇનમેન્ટની ઑફિસની બહાર સાથે જોવા મળ્યાં હતાં. એક્સેલ એન્ટરટેઇનમેન્ટ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીની સંયુક્ત માલિકીનું પ્રોડક્શન-હાઉસ છે.
ADVERTISEMENT
આમિર અને ગૌરી આ ઑફિસમાંથી બહાર નીકળતાં જોવા મળ્યાં હતાં. ઑફિસમાંથી આમિર પહેલાં બહાર આવ્યો હતો અને તેણે ફોટોગ્રાફરોને ખુશી-ખુશી પોઝ આપ્યા હતા. ત્યાર બાદ તેણે ગૌરીને કાર સુધી એસ્કૉર્ટ કરીને સહીસલામત પહોંચાડી હતી. એ સમયે ફોટોગ્રાફર્સ ગૌરીને પણ ક્લિક કરવા માગતા હતા પણ ગૌરીએ ફોટો માટે ઇનકાર કર્યો અને મોં સંતાડીને ઝડપથી કાર તરફ આગળ વધી ગઈ હતી.

