ટેક્નિકલ ખામીને કારણે ટ્રેન અચાનક રોકી દેવી પડે છે, પણ ગઈ કાલે નવી દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત ટ્રેન કાનપુર સ્ટેશન પાસે એક લેહંગાને કારણે રોકાઈ ગઈ હતી.
વંદે ભારત ટ્રેન
સામાન્ય રીતે ટ્રેનના ટ્રેક પર કોઈ પ્રાણી આવી જવાને કારણે અથવા ટેક્નિકલ ખામીને કારણે ટ્રેન અચાનક રોકી દેવી પડે છે, પણ ગઈ કાલે નવી દિલ્હીથી વારાણસી જતી વંદે ભારત ટ્રેન કાનપુર સ્ટેશન પાસે એક લેહંગાને કારણે રોકાઈ ગઈ હતી. વાત એમ છે કે ટ્રેન કાનપુર સવારે ૧૦.૩૦ વાગ્યાના ટકોરે પહોંચી ગઈ હતી અને થોડી વાર પછી પ્રયાગરાજ તરફ જવા રવાના થઈ રહી હતી ત્યારે લગભગ એક કિલોમીટર આગળ શાંતિનગરના ક્રોસિંગ પાસે પહોંચી ત્યારે ડ્રાઇવરને ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયર પર કપડું ફસાયેલું જોવા મળ્યું જેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. આગ અને ધુમાડો જોઈને ડ્રાઇવરે તરત જ ટ્રેન રોકીને કન્ટ્રોલ રૂમને જાણ કરી. ખબર પડયા બાદ રેલવેની ઇલેક્ટ્રિકલ ટીમે તરત કાર્યવાહી કરતાં ખબર પડી કે એ કપડું તો લગ્નમાં પહેરવાનો કોસ્ચ્યુમ છે. ટીમને એને વીજળીના તાર પરથી કાઢતાં ૨૦ મિનિટ લાગી હતી. એ પછી ટ્રેન આગળ જવા રવાના થઈ હતી.

