દસ્તાવેજો અનુસાર આ ભાડાકરાર ૪ વર્ષનો છે અને ત્રણેય ફ્લૅટનો કુલ કાર્પેટ એરિયા ૧૨,૨૦૦ સ્ક્વેર ફુટ છે. આ ત્રણેય ફ્લૅટ સાંતાક્રુઝ-વેસ્ટના નૉર્થ ઍવન્યુ ખાતે આવેલી સીઝન્સ ત્રિમૂર્તિ ઇમારતમાં છે.
આમિર ખાન
આમિર ખાને સાંતાક્રુઝ-વેસ્ટ વિસ્તારમાં ત્રણ ફ્લૅટ ભાડે રાખ્યા હોવાના અહેવાલ છે. આ ત્રણેય ફ્લૅટનું કુલ માસિક ભાડું ૩૮ લાખ રૂપિયા છે. દસ્તાવેજો અનુસાર આ ભાડાકરાર ૪ વર્ષનો છે અને ત્રણેય ફ્લૅટનો કુલ કાર્પેટ એરિયા ૧૨,૨૦૦ સ્ક્વેર ફુટ છે. આ ત્રણેય ફ્લૅટ સાંતાક્રુઝ-વેસ્ટના નૉર્થ ઍવન્યુ ખાતે આવેલી સીઝન્સ ત્રિમૂર્તિ ઇમારતમાં છે. આના કારણે સીઝન્સ ઍવન્યુઝ પ્રૉપર્ટીઝ અને આમિર ખાન વચ્ચે લીવ ઍન્ડ લાઇસન્સ કરાર કરવામાં આવ્યા છે.
આ ત્રણેય ફ્લૅટ ૧૪મા, ૧૨મા અને ૧૧મા માળે આવેલા છે. આ પૈકી સૌથી મોટો ફ્લૅટ ૬૨૦૦ સ્ક્વેર ફુટનો છે જેનું માસિક ભાડું ૨૦ લાખ રૂપિયા છે. બાકીના બે ફ્લૅટ પ્રત્યેક ૩૦૦૦ સ્ક્વેર ફુટના છે અને એમાંથી દરેકનું માસિક ભાડું ૯ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આમ ત્રણેય પ્રૉપર્ટીનું કુલ માસિક ભાડું ૩૮ લાખ રૂપિયા થાય છે.
ADVERTISEMENT
રજિસ્ટર્ડ કરાર અનુસાર આ ભાડાકરાર ૪૮ મહિના માટે માન્ય રહેશે. એની શરૂઆત આવતા વર્ષની પહેલી જાન્યુઆરીથી થશે અને ૨૦૩૦ના ૩૧ ડિસેમ્બરે એ પૂર્ણ થશે. કરાર પ્રમાણે દર વર્ષે માસિક ભાડામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવશે અને ત્રણેય ફ્લૅટ માટે કુલ ૩૮ લાખ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટ રાખવામાં આવી છે જે એક મહિનાના ભાડા જેટલી છે.
