આ ટૅટૂમાં એક પક્ષી, સૂર્ય અને વહેતી રેખાઓ દર્શાવવામાં આવી છે
જોઈ લો ક્રિતીનું પહેલું ટૅટૂ
ક્રિતી સૅનને હાલમાં તેનું પહેલું ટૅટૂ કરાવ્યું હતું. આ ટૅટૂમાં એક પક્ષી, સૂર્ય અને વહેતી રેખાઓ દર્શાવવામાં આવી છે. ક્રિતીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ ટૅટૂની તસવીરો શૅર કરીને જણાવ્યું હતું, ‘ક્યારેય નહોતું વિચાર્યું કે હું આ કરીશ... પણ ક્યારેય ના ન કહેવું. હમણાં જ ટૅટૂ કરાવ્યું. એક વચન પૂરું થયું. એક રિમાઇન્ડર કે હું ઊંચે ઊડી શકું... સૂર્યોદય તરફ. જે કોઈ પણ વ્યક્તિની આંખોમાં સપનાં હોય તો ડરને દૂર કરીને ઝંપલાવો... એ સરળ નહીં હોય, પરંતુ તમને તમારી પાંખો મળશે, તમને તમારો લય મળશે, તમે ઊડવાનું શીખશો.’

