નીના ગુપ્તાએ હાલમાં પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ગુજરાતી ઢબની સાડી પહેરેલી તસવીર પોસ્ટ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે
નીના ગુપ્તા
નીના ગુપ્તા ૬૬ વર્ષનાં થઈ ગયાં છે છતાં તેઓ સ્ટાઇલ અને ફૅશનને મામલે યંગસ્ટર્સને ટક્કર મારે એવાં છે. નીનાની દીકરી મસાબા ગુપ્તા પણ જાણીતી ફૅશન-ડિઝાઇનર છે. સામાન્ય રીતે શૉર્ટ અને બોલ્ડ આઉટફિટ પહેરીને બધાને આંચકો આપવા માટે જાણીતાં નીના ગુપ્તાએ હાલમાં પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ગુજરાતી ઢબની સાડી પહેરેલી તસવીર પોસ્ટ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. નીનાએ આ પોસ્ટમાં કૅપ્શન લખી છે, ‘જો તમે તમારી સાડીનો પાલવ સારી રીતે દેખાડવા માગો છો તો તમારે ગુજરાતી શૈલીમાં સાડી પહેરવી જોઈએ.’

