Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રેન્જર માટે અજય દેવગન હીરો કમ ઍક્શન ડિરેક્ટર

રેન્જર માટે અજય દેવગન હીરો કમ ઍક્શન ડિરેક્ટર

Published : 22 August, 2026 10:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મના ક્લાઇમૅક્સના ડિરેક્શનની જવાબદારી ઍક્ટરને સોંપવામાં આવી

અજય દેવગણ

અજય દેવગણ


અજય દેવગન લાંબા સમયથી પોતાની ઍક્શન-ઍડ્વેન્ચર ફિલ્મ ‘રેન્જર’ પર કામ કરી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આ વર્ષે ૪ ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે. રિલીઝને હવે લગભગ ત્રણેક મહિના બાકી છે ત્યારે સમાચાર આવ્યા છે કે ફિલ્મનો ક્લાઇમૅક્સ ફરી શૂટ કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ સીનનું ડિરેક્શન ખુદ અજય દેવગન કરી રહ્યો છે. 
‘રેન્જર’ની ટીમને લાગ્યું કે અંતિમ ઍક્શન સીનને વધુ જબરદસ્ત બનાવવાની જરૂર છે. તેથી ક્લાઇમૅક્સને ફરીથી શૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સીન ડિરેક્ટ કરવા માટે અજયને વિનંતી કરવામાં આવી છે. આ ફિલ્મમાં અજય દેવગન અને સંજય દત્ત ઉપરાંત તમન્ના ભાટિયા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK