સેલ્ફી પડાવતી વખતે ફૅને ખભા પર હાથ મૂકી દેતાં અક્ષય કુમાર બરાબર અકળાયો
હાથ નીચે... હાથ નીચે...
હાલમાં અક્ષય કુમાર દીકરી નિતારા ભાટિયા સાથે મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ સમયે અક્ષયના અનેક ફૅન્સ તેની સાથે સેલ્ફી ક્લિક કરાવવા માટે દોડી ગયા હતા. અક્ષયે પણ બધા સાથે હસીને તસવીરો ક્લિક કરાવી હતી. જોકે એક ફૅને પોતાની હદ પાર કરીને તસવીર ક્લિક કરાવતી વખતે અક્ષયના ખભા પર હાથ મૂકી દીધો હતો અને વધારે પડતો નજીક આવી ગયો હતો એના કારણે અક્ષય ગુસ્સે થઈ ગયો હતો. આ સમયે અક્ષયે ફૅનને ‘હાથ નીચે... હાથ નીચે...’ કહીને હાથ હટાવવાનું કહ્યું હતું અને ફૅને પણ તરત જ અક્ષયના ખભાથી તેનો હાથ હટાવી લીધો હતો. આ પછી અક્ષય શાંતિથી ટર્મિનલમાં પ્રવેશ્યો અને પ્લેનમાં સવાર થઈને નીકળી ગયો હતો.

