અક્ષય કુમાર પત્ની ટ્વિન્કલ ખન્ના અને દીકરી નિતારા સાથે વેકેશન બાદ એરપોર્ટ પર જોવા મળ્યો. લાંબા સમય પછી જાહેરમાં દેખાયેલી 13 વર્ષની નિતારાની હાઇટ અને લુકે સૌનું ધ્યાન ખેંચ્યું. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેને ટ્વિન્કલ ખન્નાની કાર્બન કૉપી ગણાવી.
અક્ષય કુમારની પુત્રી નિતારા
અક્ષય કુમાર ભલે કામમાં વ્યસ્ત રહેતો હોય, પણ પરિવાર સાથે સમય પસાર કરવાની કોઈ તક ચૂકતો નથી. તાજેતરમાં તે પત્ની ટ્વિન્કલ ખન્ના અને દીકરી નિતારા સાથે એરપોર્ટ પર વેકેશન પરથી પાછો ફરતો જોવા મળ્યો હતો. ફોટોગ્રાફર્સના કૅમેરામાં ક્લિક થયેલી અક્ષય કુમારના પરિવારની તસવીરોમાં તેની ૧૩ વર્ષની પુત્રી નિતારાના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું છે. નિતારા લાંબા સમય પછી જાહેરમાં જોવા મળી છે અને તેની હાઇટ મમ્મી ટ્વિન્કલ જેટલી જ થઈ ગઈ છે. ટ્વિન્કલના ઘણા ફૅન્સને તો નિતારાનો ચહેરો પણ મમ્મીની કાર્બન કૉપી લાગે છે.
