હું રૉક-ક્લાઇમ્બિંગ કરું છું, વજન ઉપાડતો નથી. મને ઘણી રમત ગમે છે અને જો તમે જુઓ તો મારું જિમ ખરેખર વાંદરાઓ માટે બન્યું છે. હું બસ લટકતો રહું છું. ત્યાં કોઈ વેઇટ-ટ્રેઇનિંગ નથી.’
અક્ષય કુમાર
અક્ષય કુમારની ગણતરી બૉલીવુડના ફિટ સ્ટાર તરીકે થાય છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના વર્કઆઉટ-રૂટીન અને ડાયટ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે ‘હું રવિવારે
રાતે અઠવાડિયાનું છેલ્લું ડિનર કરું છું. એ પછી સોમવારે ઉપવાસ કરું છું અને મંગળવારે સવાર સુધી કાંઈ ખાતો નથી. હું રૉક-ક્લાઇમ્બિંગ કરું છું, વજન ઉપાડતો નથી. મને ઘણી રમત ગમે છે અને જો તમે જુઓ તો મારું જિમ ખરેખર વાંદરાઓ માટે બન્યું છે. હું બસ લટકતો રહું છું. ત્યાં કોઈ વેઇટ-ટ્રેઇનિંગ નથી.’
અક્ષય કુમાર તેની શિસ્ત માટે જાણીતો છે. તે સાંજે ૬.૩૦થી ૭.૦૦ વાગ્યા સુધીમાં રાતનું ભોજન કરી લે છે. એ નિયમ પાછળનું કારણ જણાવતાં અક્ષય કહે છે, ‘રાતનું જમવાનું વહેલું પતાવવું જરૂરી છે. એ તમારા શરીર માટે ખૂબ જરૂરી છે, કારણ કે જ્યારે આપણે રાતે સૂવા જઈએ છીએ ત્યારે આપણી આંખો આરામ કરે છે, આપણા પગ આરામ કરે છે, આપણા હાથ આરામ કરે છે, આપણા શરીરનું દરેક અંગ આરામ કરે છે; પરંતુ જે આરામ નથી કરતું એ છે પેટ, કારણ કે આપણે મોડા જમીએ છીએ. આને કારણે બધી બીમારીઓ પેટથી આવે છે. સાંજે ૬.૩૦ વાગ્યે ડિનર કરવું જરૂરી છે, કારણ કે તમને ખોરાક પચાવવાનો સમય મળે છે અને જ્યારે તમે સૂવા જાઓ ત્યાં સુધી પેટ આરામ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય છે.’

