અક્ષય કુમાર માટે ૨૦૨૬નું વર્ષ અત્યાર સુધી ખૂબ જ વ્યસ્ત રહ્યું છે. ‘ભૂત બંગલા’ની રિલીઝ પછી તેણે ડિરેક્ટર અનીસ બઝમી સાથે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું, પરંતુ હવે ભારે વ્યસ્તતા વચ્ચે તેણે આંખની સર્જરી કરાવી છે.
અક્ષય કુમારે કરાવી આંખની સર્જરી
અક્ષય કુમાર માટે ૨૦૨૬નું વર્ષ અત્યાર સુધી ખૂબ જ વ્યસ્ત રહ્યું છે. ‘ભૂત બંગલા’ની રિલીઝ પછી તેણે ડિરેક્ટર અનીસ બઝમી સાથે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું, પરંતુ હવે ભારે વ્યસ્તતા વચ્ચે તેણે આંખની સર્જરી કરાવી છે. મળતી માહિતી પ્રમાણે ગઈ કાલે સવારે કરાયેલી આ નાની સર્જરી વિઝન કરેક્શન માટેની હતી. હવે અક્ષય થોડો આરામ લેશે અને સ્વસ્થતા મેળવશે, કારણ કે તેણે અનીસ બાઝમી સાથેની પોતાની આગામી ફિલ્મનું કેરલમનું શેડ્યુલ પણ પૂર્ણ કરી લીધું છે.
અનીસ બઝમી સાથેની ફિલ્મનું કેરલમ ખાતેનું શેડ્યુલ આટોપી લીધા બાદ અક્ષય કુમારે વિદ્યા બાલન અને રાશિ ખન્ના સાથેની આ તસવીર પોસ્ટ કરીને ટીમનો આભાર માન્યો હતો.
