સિમર એ અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની દીકરી છે. આરવ સામાન્ય રીતે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ આ પાર્ટીમાં તેનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.
ઈદની પાર્ટીમાં પહોંચ્યો અક્ષય કુમારનો દીકરો આરવ
હાલમાં હુમા કુરેશીએ પોતાના નવા ઘરમાં ઈદની પાર્ટી રાખી હતી. એ પાર્ટીમાં ફારાહ ખાન, સુઝૅન ખાન તેમ જ વરુણ ધવન જેવા સ્ટાર્સથી માંડીને બીજા અનેક મિત્રો આવ્યા હતા. જોકે આ પાર્ટીમાં સૌથી વધારે ચર્ચા રહી અક્ષય કુમારના દીકરા આરવની. આ પાર્ટીમાં આરવની સાથે તેની કઝિન સિમર ભાટિયા પણ પહોંચી હતી. આ પાર્ટીમાં આરવે બ્લૅક કુર્તો અને વાઇટ પાયજામો પહેર્યાં હતાં, જ્યારે સિમરે રેડ ટ્રેડિશનલ આઉટફિટ પહેરવાનું પસંદ કર્યું હતું. સિમર એ અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની દીકરી છે. આરવ સામાન્ય રીતે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પણ આ પાર્ટીમાં તેનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

