આલિયા ભટ્ટ હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને પોતાના ફૅશન-લુક્સ તેમ જ જાહેર હાજરીને કારણે સતત ચર્ચામાં છે
ફેસ્ટિવલના બીજા દિવસે આલિયાએ ભારત પૅવિલિયનના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી હતી
આ છે આલિયાનો બીજા દિવસનો લુક
ફેસ્ટિવલના બીજા દિવસે આલિયાએ ભારત પૅવિલિયનના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી હતી અને ફરી એક વાર પોતાના સ્ટાઇલિશ દેખાવથી ફૅશનપ્રેમીઓને પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે આલિયાએ ભારતીય સાડીથી પ્રેરિત કસ્ટમ આઇવરી આઉટફિટ પસંદ કર્યું હતું. આ લુકમાં ભારતીય ડ્રેપિંગનું આધુનિક ડિઝાઇન સાથે કૉમ્બિનેશન કરવામાં આવ્યું હતું. આલિયાનું આ આઉટફિટ ડિઝાઇનર તરુણ તાહિલિયાનીએ તૈયાર કર્યું હતું તેનો લુક રિયા કપૂરે ડિઝાઇન કર્યો હતો.
ADVERTISEMENT
આ ગ્લોબલ લુકમાં ભારતીય સ્પર્શ ઉમેરવા માટે આલિયાએ પરંપરાગત બિંદી, નોઝપિન, સ્ટેટમેન્ટ ઝુમકા, હાથફૂલ અને ઇઅર કફ્સ પહેર્યાં હતાં અને તેનો મેકઅપ સૉફ્ટ તેમ જ નૅચરલ રાખવામાં આવ્યો હતો જેથી આખા લુકનું મુખ્ય આકર્ષણ આઉટફિટ જ રહે.
હો ગયા અભી? કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફૅન્સની ભીડે ઘેરી લેતાં આલિયા ભટ્ટ અકળાઈ ગઈ
આલિયા ભટ્ટ હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને પોતાના ફૅશન-લુક્સ તેમ જ જાહેર હાજરીને કારણે સતત ચર્ચામાં છે. જોકે હાલમાં આલિયાનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે ફોટોગ્રાફર્સ અને ફૅન્સની ભીડથી અકળાઈ જાય છે. આ વિડિયોમાં જોવા મળે છે કે આલિયા બહાર નીકળે છે ત્યારે ઘણા લોકો સેલ્ફી અને ફોટો લેવા માટે તેની આસપાસ ભેગા થઈ જાય છે, જેના કારણે તેનો રસ્તો પણ બંધ થઈ જાય છે. શરૂઆતમાં આલિયા શાંતિથી ચાહકો સાથે વાતચીત કરતી અને તસવીરો પડાવતી જોવા મળે છે પણ જેમ-જેમ ભીડ વધતી ગઈ તેમ-તેમ તેની ધીરજ ખૂટવા લાગે છે. એક તબક્કે તે અકળાઈને કહી દે છે કે ‘હો ગયા અભી?’ એક તબક્કે પરિસ્થિતિ કથળતાં સુરક્ષા-કર્મચારીઓ વચ્ચે પડીને આલિયાને સુરક્ષિત રીતે કાર સુધી પહોંચાડે છે.
ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર સ્ટ્રૅપલેસ પીચ ગાઉન પહેરીને આલિયા ભટ્ટ ગ્લૅમરસ લુકમાં જોવા મળી , પણ... ફોટોગ્રાફરોએ ઇગ્નૉર કરી?

આલિયાની પાછળ જોવા મળતા ફોટોગ્રાફર્સનું ધ્યાન બીજે જ ક્યાંક હોવાનું દેખાય છે
આલિયા ભટ્ટનો કાન ફિલ્મ ફેસ્ટિવલનો નવો લુક સામે આવ્યો છે. આલિયા કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર સ્ટ્રૅપલેસ પીચ કલરના ગાઉનમાં પહોંચી હતી. આલિયાના ગાઉનમાં સ્વીટહાર્ટ નેકલાઇન ડિઝાઇન અને ફ્રન્ટ કટ ડિટેલ હતી જે આઉટફિટને આધુનિક રેડ કાર્પેટ ટચ આપી રહી હતી. ગાઉન સાથે જોડાયેલી લાંબી ફ્લોઈ ટ્રેલ તેના લુકને રૉયલ ટચ આપી રહી હતી. આ લુકમાં આલિયાનો એલિગન્ટ અને ગ્લૅમરસ અંદાજ ચાહકોને ખૂબ પસંદ પડ્યો હતો. આલિયાના આ લુકને રિયા કપૂરે સ્ટાઇલ કર્યો હતો. આલિયાએ પોતાના આ લુકને મિનિમલ મેક-અપ સાથે કમ્પ્લીટ કર્યો હતો. કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ લુક માટે આલિયાએ પિન્ક સ્ટોન્સ અને ડાયમંડ ડીટેલિંગ ધરાવતો સ્ટેટમેન્ટ નેકલેસ પહેર્યો હતો, જે તેના આઉટફિટ સાથે ખૂબ સારી રીતે મૅચ થઈ રહ્યો હતો.
અવગણના છતાંય આલિયાએ આત્મવિશ્વાસ ન ગુમાવ્યો
આલિયા ભટ્ટે મંગળવારે કાન ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ નાઇટમાં પોતાની ગ્લૅમરસ હાજરી નોંધાવી હતી. આ ફંક્શનના રેડ કાર્પેટ પરના આલિયાના લુક જેટલી જ ચર્ચા તેના એક વિડિયોની થઈ રહી છે. વાઇરલ થઈ રહેલા આ રેડ કાર્પેટ વિડિયોમાં આલિયા આત્મવિશ્વાસ સાથે રેડ કાર્પેટ પર ચાલતી જોવા મળે છે. તે સ્માઇલ સાથે કૅમેરા સામે પોઝ આપે છે, લોકો તરફ હાથ લહેરાવે છે અને ફ્લાઇંગ કિસ પણ આપે છે. જોકે સોશ્યલ મીડિયા યુઝર્સે ધ્યાન દોર્યું કે પાછળ ઊભેલા કેટલાક આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર્સનું ધ્યાન આસપાસની અન્ય સેલિબ્રિટીઝ પર વધુ હતું અને તેઓ આલિયાની તસવીરો લેવામાં ખાસ રસ દાખવી રહ્યા નહોતા. ત્યાર બાદ ઇન્ટરનેટ પર ચર્ચા શરૂ થઈ ગઈ કે શું રેડ કાર્પેટ પર આલિયાને ઇગ્નૉર કરવામાં આવી રહી હતી? જોકે ફોટોગ્રાફર્સના આ વર્તન છતાં આલિયા આત્મવિશ્વાસથી સભર હતી.
