Entertainment Updates: આખરી સવાલને સેન્સર બોર્ડનું UA 16+ સર્ટિફિકેટ મળ્યું; વિજયની જીતનું ત્રિશા ક્રિષ્નનના આ ટૅટૂ સાથે ખાસ કનેક્શન? અને વધુ સમાચાર
વેલકમ ટુ ધ જંગલનો અક્ષય કુમારનો ફર્સ્ટ લુક
અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નો તેનો ફર્સ્ટ લુક સોશ્યલ મીડિયામાં લૉન્ચ થયો છે. આ પોસ્ટરમાં અક્ષય કુમાર ખૂબ જ સ્ટાઇલિશ અને દમદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. નવા પોસ્ટરમાં અક્ષય જંગલની વચ્ચે રેડ કાર્પેટ પર ચાલતો અને સ્ટાઇલિશ પોઝ આપતો જોવા મળે છે. આ પોસ્ટમાં પોતાના ખાસ ક્રૉમિક અંદાજ સાથે તેણે ફરી એક વાર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મ ૨૬ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે.
આખરી સવાલને સેન્સર બોર્ડનું UA 16+ સર્ટિફિકેટ મળ્યું
ADVERTISEMENT

સંજય દત્ત અભિનીત ‘આખરી સવાલ’ હવે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા સત્તાવાર રીતે UA 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સાથે જ એને ૧૫ મેએ રિલીઝ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ ફિલ્મના ટ્રેલરમાં વિદ્યાર્થી-આંદોલન, અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જોડાયેલા પ્રશ્નો અને ભારતના સામાજિક-રાજકીય ઇતિહાસ પર આધારિત ચર્ચાઓ જોવા મળે છે. ટ્રેલરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી કેટલીક વિવાદિત ઘટનાઓની ઝલક પણ દર્શાવવામાં આવી છે, જેના કારણે દર્શકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિજયની જીતનું ત્રિશા ક્રિષ્નનના આ ટૅટૂ સાથે ખાસ કનેક્શન?

વિજયની તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ અભિનેત્રી ત્રિશા ક્રિષ્નન સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ વિજયના શપથગ્રહણ સમારંભમાં તેની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હવે ત્રિશાના હાથ પરના ટૅટૂને લઈને પણ ભારે ચર્ચા ચાલી રહી છે અને સોશ્યલ મીડિયા પર તેને લઈને જ્યોતિષીય ચર્ચાઓ ચાલી રહી છે. સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સે દાવો કર્યો કે ત્રિશાનું આ ટૅટૂ વિજય માટે ‘ગુડલક’ સાબિત થયું છે. એક રિપોર્ટ પ્રમાણે આ ટૅટૂ વૃષભ રાશિ સાથે જોડાયેલું છે જે ત્રિશાની સૂર્ય રાશિ પણ છે. કહેવાય છે કે ત્રિશા માને છે કે તેની રાશિએ તેના જીવન અને સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને એ જ કારણથી તેણે આ ચિહ્ન હાથ પર ટૅટૂ તરીકે બનાવડાવ્યું છે. અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે વિજયની રાશિ કર્ક છે અને જ્યોતિષ અનુસાર વૃષભ અને કર્ક રાશિ વચ્ચે સારો મેળ માનવામાં આવે છે.
