હકીકતમાં આ પોસ્ટર ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી એક ફિલ્મના પ્રમોશન સાથે જોડાયેલું છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના ફૅન્સને મળતા હોય છે. આ રવિવારે પણ તેમણે પોતાના આ નિયમને જાળવી રાખ્યો હતો. જોકે આ મુલાકાત દરમ્યાન અમિતાભના હાથમાં રહેલું એક ફની પોસ્ટર લોકોના આકર્ષણનું કારણ બન્યું છે. અમિતાભની ફૅન્સ સાથેની મુલાકાતના આ વિડિયોમાં અમિતાભના હાથમાં જોવા મળેલા આ પોસ્ટર પર લખ્યું છે, ‘મને સપોર્ટ કરો! મારાં સાસરિયાં મારી પત્નીને મોકલતાં નથી. ૧૯૮૨ - અ લવમૅરેજ.’
અમિતાભના હાથમાં આ પ્રકારનું પોસ્ટર જોઈને પહેલાં તો બધા ચોંકી ગયા હતા, પણ પછી હકીકત જાણવા મળી હતી. હકીકતમાં આ પોસ્ટર ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી એક ફિલ્મના પ્રમોશન સાથે જોડાયેલું છે. અમિતાભે ફૅનની ઇચ્છાને માન આપીને થોડા સમય માટે આ પોસ્ટર હાથમાં પકડી રાખ્યું હતું અને પછી એને પાછું સોંપી દીધું હતું.


