IOAA શાળાના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી વૈશ્વિક વિજ્ઞાન સ્પર્ધાઓમાંની એક છે. આ વર્ષના સંસ્કરણમાં ૬૪ દેશોના સહભાગીઓ ભેગા થશે. અમોલની મુલાકાતનો હેતુ વધુ યુવાનોને અવકાશ વિજ્ઞાન અને સંશોધનમાં રસ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
અમોલ પરાશર HBCSEનાં કાર્યક્રમમાં હાજર રહ્યો હતો
ભારત દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર ઓન ઓલિમ્પિયાડ 2025 વિશે જાગૃતિ લાવવા માટે અમોલ પરાશર હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન સાથે આવશે. અભિનેતા અને IIT દિલ્હીથી સ્નાતકની ડિગ્રી મેળવનાર અમોલ પરાશર અને મુંબઈમાં હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન (HBCSE) સાથે મળીને ભારતમાં ૧૧ થી ૨૧ ઑગસ્ટ દરમિયાન યોજાનારા આગામી આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર (IOAA) ૨૦૨૫ વિશે જાગૃતિ લાવશે. IOAA શાળાના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી વૈશ્વિક વિજ્ઞાન સ્પર્ધાઓમાંની એક છે. આ વર્ષના સંસ્કરણમાં ૬૪ દેશોના સહભાગીઓ ભેગા થશે. અમોલની મુલાકાતનો હેતુ વધુ યુવાનોને અવકાશ વિજ્ઞાન અને સંશોધનમાં રસ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
મુલાકાત દરમિયાન, અમોલે વિદ્યાર્થીઓ અને ફૅકલ્ટી સાથે વાતચીત કરી, પ્રયોગશાળાઓનું અન્વેષણ કર્યું અને અવકાશ, તારાવિશ્વો અને વૈજ્ઞાનિક જિજ્ઞાસા વિશેની વાતચીતમાં જોડાયો હતો.
ADVERTISEMENT
અમોલે શું શૅર કર્યું
"તે એક મનોરંજક અને આંખો ખોલનાર દિવસ હતો. વિદ્યાર્થીઓ સાથે અવકાશ-સમયથી લઈને ચંદ્ર અને અથડાતા કોલાઇડિંગ ગૅલેક્સિ વિશે વાત કરવામાં મને ખૂબ આનંદ થયો. તેમની જિજ્ઞાસા ચેપી હતી. તેનાથી મને મારા પોતાના ઍન્જિનિયરિંગ કૉલેજના દિવસો પણ યાદ આવ્યા." HBCSE ની ટીમ, તેના ડિરેક્ટર પ્રોફેસર અર્નબ ભટ્ટાચાર્યના નેતૃત્વમાં, આ સત્રનું આયોજન કર્યું અને અમોલને કેન્દ્રના કાર્યપ્રણાલી અને IOAA 2025 પાછળની તૈયારીઓ વિશે માહિતી આપી.
238 ના પ્રભાવશાળી રેન્ક સાથે IIT દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી, અમોલે લાંબા સમયથી મનોરંજન ક્ષેત્રમાં કારકિર્દી સાથે પોતાના શૈક્ષણિક મૂળને સંતુલિત કર્યા છે. તેણે TVF ટ્રિપલિંગ, સરદાર ઉધમ, અને તાજેતરમાં Kull અને ગ્રામ ચિકિત્સાલય જેવા પ્રોજેક્ટ્સમાં પ્રતિષ્ઠિત પ્રદર્શન દ્વારા ઓળખ મેળવી છે, જે આ વર્ષે દર્શકોના ચાર્ટમાં ટોચ પર છે. જ્યારે તેના સ્ક્રીન વર્કની વ્યાપક પ્રશંસા થઈ છે, ત્યારે અમોલને શૈક્ષણિક અને વિજ્ઞાન સમુદાય તરફથી પણ ખૂબ પ્રશંસા મળે છે. ઘણા વિદ્યાર્થીઓ તેને એવી વ્યક્તિ તરીકે જુએ છે જે બુદ્ધિ અને કલ્પનાને એકસાથે લાવે છે, જેના કારણે HBCSE ની તેની મુલાકાત વધુ ખાસ બની. ભારતની વિદ્યાર્થી ટીમ IOAA 2025 માં વિશ્વભરના કેટલાક તેજસ્વી યુવા દિમાગ સાથે સ્પર્ધા કરશે. આ વાર્તાલાપ કાર્યક્રમ પહેલા જાગૃતિ અને ઉત્સાહ વધારવા અને યુવાન વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાનમાં રસને પ્રોત્સાહન આપવાના મોટા પ્રયાસનો એક ભાગ હતો.
ઍક્ટર અમોલ પરાશર અને કોંકણા સેન શર્મા રિલેશનશિપમાં હોવાની ચર્ચા છે. બન્નેએ ૨૦૧૯ની નેટફ્લિક્સ ફિલ્મ ‘ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી જ તેમની વચ્ચે નિકટતા છે. હાલમાં કોંકણાએ અમોલની વેબ-સિરીઝ ‘ગ્રામ ચિકિત્સાલય’ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી, જેનાથી તેમના ડેટિંગની ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે. આ મામલામાં કોંકણાએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ અમોલે હવે લિન્ક-અપની અટકળો પર પ્રથમ વખત મૌન તોડ્યું હતી.

