મુંબઈના જોગેશ્વરી પશ્ચિમની (Jogeshwari West) એક 25 વર્ષીય મહિલાને એક મોબાઈલ એપ પાસેથી નાનકડી લોન લીધા બાદ તેને બ્લેકમેઇલ અને હેરાન કરવામાં આવી. તેની એડિટેડ નગ્ન તસવીર તેના સંબંધીઓ અને જાણીતાઓને લોન આપનારી કંપની સાથે જોડાયેલી એક વ્યક્તિએ મોકલી દીધી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના જોગેશ્વરી પશ્ચિમની (Jogeshwari West) એક 25 વર્ષીય મહિલાને એક મોબાઈલ એપ પાસેથી નાનકડી લોન લીધા બાદ તેને બ્લેકમેઇલ અને હેરાન કરવામાં આવી. તેની એડિટેડ નગ્ન તસવીર તેના સંબંધીઓ અને જાણીતાઓને લોન આપનારી કંપની સાથે જોડાયેલી એક વ્યક્તિએ મોકલી દીધી. (Mumbai Woman Harassed, Nude Photo Sent to Family Over INR 2,000 App Loan)
આધાર નંબર અને બૅન્ક ખાતાની માહિતી સહિત પોતાની વ્યક્તિગત માહિતી ભરી
મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર `કૅશ લૉન` નામની એક મોબાઇલ ઍપની જાહેરાત જોઈ હતી. 20 જુલાઈના, તેણે ઍપ ડાઉનલોડ કરી અને 2,000 રૂપિયા લૉન માટે અરજી કરવા તેણે પોતાનો આધાર નંબર અને બૅન્ક ખાતાની માહિતી સહિત પોતાની વ્યક્તિગત માહિતી ભરી હતી.
ADVERTISEMENT
નગ્ન તસવીરો ઑનલાઈન કરી શૅર
તેને છ દિવસની નાની મુદ્દત માટે માત્ર 1300 રૂપિયા આપવામાં આવ્યા. લોનની મુદ્દત પૂરી થતાં પહેલા જ, તેને ધમકીભર્યા ફોન આવવા માંડ્યા. લૉન ઍપ કંપનીનું પ્રતિનિધિ હોવાનો દાવો કરનારા કૉલ કરનારે તેને કહ્યું કે જો તેણે તરત લૉન ન ચૂકવી તો તેની નગ્ન તસવીરો ઑનલાઈન શૅર કરી દેવામાં આવશે.
ધમકીઓના ડરથી, તેણે એક પેમેન્ટ ઍપ દ્વારા સંદેશ કુમાર નામની એક વ્યક્તિને બે વાર એક-એક હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા. પણ થોડીક જ વાર બાદ, તેની કાકીને એક અજાણ્યા નંબર પરથી વૉટ્સએપ પર એક મેસેજ આવ્યો. સંદેશમાં મહિલાની એક એડિટેડ નગ્ન તસવીર હતી.
હજી સુધી કોઈ ધરપકડની પુષ્ટિ થઈ નથી
બાદમાં, તે જ ફોટો મહિલાના બે પરિચિતોને મોકલવામાં આવ્યો હતો. ડરી ગયેલી અને મૂંઝાયેલી, મહિલાએ તેના પિતાને જાણ કરી. ત્યારબાદ તેમણે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો. FIR દાખલ કરવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. હજુ સુધી કોઈ ધરપકડની પુષ્ટિ થઈ નથી.
ચહેરો મોર્ફ કરીને ફોટા સંબંધીઓને મોકલવામાં આવ્યા
સાંજે 7 વાગ્યાની આસપાસ, પીડિતાની કાકીએ ફોન કરીને જણાવ્યું કે પીડિતાના ચહેરાને મોર્ફ કરીને બનાવેલો નગ્ન ફોટો તેને વૉટ્સઍપ પર મોકલવામાં આવ્યો છે. થોડા સમય પછી, તે જ ફોટો તે જ નંબર પરથી પીડિતાના બે વધુ મિત્રોને મોકલવામાં આવ્યો. આ માનસિક આઘાત પછી, પીડિતાએ તેના પિતાને સમગ્ર બાબતની જાણ કરી અને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસને આપેલી ફરિયાદમાં, પીડિતાએ સ્પષ્ટપણે કહ્યું છે કે આરોપીએ તેની પ્રતિષ્ઠા બગાડવાની ધમકી આપી હતી અને મોર્ફિંગ દ્વારા જાણી જોઈને અશ્લીલ સામગ્રી બનાવી હતી.
પોલીસે નોંધ્યો કેસ
પોલીસે કલમ 419 (છેતરપિંડી), 420 (છેતરપિંડી અને અપ્રમાણિકતા), 354D (સાયબર સ્ટોકિંગ), 509 (મહિલાના ગૌરવનું અપમાન કરતા શબ્દો/ઍક્શન) અને IT ઍક્ટની કલમો હેઠળ FIR નોંધી છે.

