એક વિચિત્ર ઘટનામાં, ૧૯ વર્ષીય યુવકને તેની મૃત માતાના કોટક મહિન્દ્રા બૅન્ક ખાતામાં અચાનક ૧.૧૩ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ હોવાની જાણ થતાં તે ચોંકી ગયો હતો. આ અકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું અને આ બાબતની તપાસ માટે આવકવેરા વિભાગને જાણ કરાઇ
વાયરલ થઈ રહેલી તસવીર (સૌજન્ય: X)
ભારતમાં ઓનલાઇન પેમેન્ટ કરતાં અનેક વખત સર્વરમાં ગરબડ થતાં મોટી મુસીબત થાય છે, અને ગ્રાહકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. તાજેતરમાં એવી જ એક ઘટના બની છે, જેમાં એક યુવકના બૅન્ક ખાતામાં ગણી ન શકાય તેટલા પૈસા જમા થઈ ગયા હતા. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી છે અને બૅન્ક સિસ્ટમની ભૂલો સામે ફરી પ્રશ્ન ઊભો કર્યો છે.
એક વિચિત્ર ઘટનામાં, ૧૯ વર્ષીય યુવકને તેની મૃત માતાના કોટક મહિન્દ્રા બૅન્ક ખાતામાં અચાનક ૧.૧૩ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ હોવાની જાણ થતાં તે ચોંકી ગયો હતો. આ અકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું અને આ બાબતની તપાસ માટે આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ચોંકાવનારી ઘટના ગ્રેટેડ નોઈડા સ્થિત દનકૌરમાં બની હતી, જ્યાં યુવકને જાણવા મળ્યું કે ખાતામાં ૧૦,૦૧,૩૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૧,૦૦,૨૩,૫૬,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૨૯૯ રૂપિયા જમા થયા છે.
ADVERTISEMENT
ફ્રીઝ કરેલા ખાતામાં રાતોરાત પૈસા જોવા મળ્યા
સોશિયલ મીડિતા પર વાયરલ થતાં દાવા મુજબ, યુવકની ઓળખ દીપક ઉર્ફે દીપુ તરીકે થઈ છે જેણે બે મહિના પહેલા તેની માતા ગાયત્રી દેવીને ગુમાવી દીધી હતી. તેમના અવસાન છતાં, દીકરો તેમનું બૅન્ક ખાતું ચલાવી રહ્યો છે. રવિવાર 03 ઑગસ્ટ રાત્રે, દીપુને એક મૅસેજ મળ્યો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે તેમના ખાતામાં 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 આટલા રૂપિયા (અંદાજે રૂ. 1.13 લાખ કરોડ) કરતાં વધુ રકમ જમા થઈ ગઈ છે. તે અપડેટથી ચોંકી ગયેલા અને આ સંદેશ તેના મિત્રો સાથે શેર કર્યો અને તેમને રકમમાં શૂન્ય ગણતરી કરવાનું પણ કહ્યું. દીપકે બીજા દિવસે સવારે પુષ્ટિ કરવા માટે બૅન્કની મુલાકાત લીધી, બૅન્ક અધિકારીઓએ ખાતું તપાસ્યું અને તેમને જાણ કરી કે અસામાન્ય રીતે મોટા વ્યવહારને કારણે તે સ્થિર થઈ ગયું છે. બૅન્ક દ્વારા આવકવેરા વિભાગને ચેતવણી આવપમાં આવી અને પછી આ બાબતની વિગતવાર તપાસ હવે ચાલી રહી છે.
અનેક કૉલ આવતા હોવાથી યુવકે ફોન બંધ કરી દીધો
આ સમાચાર વાયરલ થતાં, 19 વર્ષીય યુવકને સંબંધીઓ, પડોશીઓ અને પરિચિતો તરફથી સતત ફોન કૉલ્સ આવવા લાગ્યા. ગભરાઈને તેણે પોતાનો ફોન બંધ કરી દીધો.
તપાસ ચાલુ છે
આવકવેરા વિભાગે તેની મૃત માતાના ખાતામાં આટલી મોટી રકમ કેવી રીતે જમા થઈ તે નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે. તે સ્પષ્ટ નથી કે આ ઘટના બૅન્કિંગ ભૂલ, તકનીકી ખામી હતી કે મની લોન્ડરિંગનો કરવા માટે થઈ હોય કે બની હોઈ શકે છે. IT અધિકારીઓએ જણાવ્યું છે કે વ્યવહારની વિગતવાર તપાસ પછી જ ભંડોળનો ચોક્કસ સોર્સ જાણી શકાશે.

