ફાઇનલ મૅચ રમાશે ભારત-શ્રીલંકાની મહિલાઓ વચ્ચે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શ્રીલંકામાં આયોજિત વિમેન્સ ત્રિકોણીય વન-ડે સિરીઝની અંતિમ લીગ મૅચ જીતીને સાઉથ આફ્રિકન ટીમ બહાર થઈ ગઈ છે. ગઈ કાલે ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ ૯ વિકેટ ગુમાવીને ૩૧૫ રન કર્યા હતા. શ્રીલંકન ટીમ ૩૧૬ રનના ટાર્ગેટ સામે ૪૨.૫ ઓવરમાં ૨૩૯ રનના સ્કોરે ઑલઆઉટ થઈને ૭૬ રને હારી ગઈ હતી.
આ સિરીઝમાં દરેક ટીમ ચાર-ચાર મૅચ રમી હતી, જેમાંથી ભારત (૬ પૉઇન્ટ) અને શ્રીલંકા (૪ પૉઇન્ટ)એ અનુક્રમે ત્રણ અને બે મૅચ જીતીને ૧૧ મેએ કોલંબોમાં આયોજિત ફાઇનલમાં એન્ટ્રી મારી છે. જ્યારે સાઉથ આફ્રિકા (બે પૉઇન્ટ) એકમાત્ર મૅચ જીતીને તળિયાની ટીમ બની છે. આફ્રિકન ટીમ પાસે છેલ્લી બે મૅચ જીતીને ટુર્નામેન્ટને રસપ્રદ બનાવવાની તક હતી.
ADVERTISEMENT
ત્રિકોણીય સિરીઝનું પૉઇન્ટ ટેબલ |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રનરેટ |
પૉઇન્ટ |
ભારત |
૪ |
૩ |
૧ |
+૦.૭૫૧ |
૬ |
શ્રીલંકા |
૪ |
૨ |
૨ |
-૦.૮૧૬ |
૪ |
સાઉથ આફ્રિકા |
૪ |
૧ |
૩ |
+૦.૦૮૩ |
૨ |

