પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિ વચ્ચે RSSએ દેશવાસીઓને કહ્યું...
મોહન ભાગવત , દત્તાત્રેય હોસાબળે
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ ગઈ કાલે સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબળેના નામે દેશવાસીઓને સંબોધન કરતું નિવેદન જાહેર કર્યું હતું. એમાં સરકાર અને ભારતીય સેનાને અભિનંદન આપવાની સાથે નાગરિકોને અપીલ પણ કરવામાં આવી હતી.
RSSના નિવેદનમાં લખવામાં આવ્યું હતું કે ‘પહલગામમાં આતંકવાદીઓની કાયરતાભરી ઘટના બાદ પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓ પર કરવામાં આવી રહેલી નિર્ણાયક કાર્યવાહી ઑપરેશન સિંદૂર માટે ભારત સરકારના નેતૃત્વ અને ભારતીય સેનાને હાર્દિક અભિનંદન. હિન્દુ ટૂરિસ્ટોના ક્રૂરતાભર્યા હત્યાકાંડમાં પીડિત પરિવારો અને સમસ્ત દેશને ન્યાય અપાવવા માટેની કાર્યવાહીથી ભારતે સ્વાભિમાન અને હિંમત વધાર્યાં છે. અમારું એમ પણ માનવું છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ અને તેમનો સહયોગ કરનારા તંત્ર પર સૈનિક કાર્યવાહી દેશની સુરક્ષા માટે જરૂરી અને ટાળી ન શકાય એવું પગલું છે. રાષ્ટ્રીય સંકટની આ ઘડીમાં આખો દેશ તન-મન-ધનથી દેશની સરકાર અને ભારતીય સેનાની સાથે છે. RSS આ પડકારભર્યા અવસર પર સમસ્ત દેશવાસીઓને આહવાન કરે છે કે શાસન અને પ્રશાસન દ્વારા આપવામાં આવી રહેલી તમામ સૂચનાનું પાલન થાય એના પર ધ્યાન આપે. આ ઉપરાંત આ કપરા સમયમાં આપણા નાગરિક કર્તવ્યનું પાલન કરતી વખતે સાવધાની રાખવાની છે કે રાષ્ટ્રવિરોધી શક્તિઓનું સામાજિક એકતા અને સમરસતાને ભંગ કરવાનું કોઈ પણ ષડ્યંત્ર સફળ ન થઈ શકે. દેશવાસીઓને અપીલ છે કે આપણી દેશભક્તિનો પરિચય આપીને સેવા અને નાગરી પ્રશાસન માટે જ્યાં પણ જેવી જરૂર હોય સંપૂર્ણ સહયોગ માટે તૈયાર રહે અને રાષ્ટ્રીય એકતા તથા સુરક્ષા કાયમ રાખવા માટે તમામ પ્રકારના પ્રયાસને શક્તિ આપે.’
ADVERTISEMENT
ગઈ કાલે અમ્રિતસરમાં બ્લૅકઆઉટ દરમ્યાન ગોલ્ડન ટેમ્પલ

